તાજેતરમાં નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત મેંગોપીપલ પરીવાર દ્વારા કાર્યરત ફ્રી એજ્યુકેશન ક્લાસના સ્લમવિસ્તારોના બાળકો સંગ હરિવંદના કોલેજના ચેરમેન શ્રી ડો.મહેશભાઈ ચૌહાણના પૌત્ર અને ડો. સર્વેશ્વરભાઈ ચૌહાણનો પુત્ર આત્મન ચૌહાણના જન્મદિવસની સુંદર ઉજવણી કરવામાં આવેલ. ઉજવણીની સાથે સાથે બધાજ બાળકોને એજ્યુકેશન કીટ વિતરણ પણ કરવામાં આવેલ. ઉપરાંત ઘરનો જ બનાવેલ શુદ્ધ અને પોષ્ટીક નાસ્તો પણ બાળકોને આપવામાં આવેલ. આવી અનોખી જન્મદિવસની ઉજવણી કરી સ્લમના બાળકોના ચહેરા પર સ્મિત આવી ગયેલ.
આ સતકર્મમાં મેંગોપીપલ પરીવારના શ્રી મનીષભાઈ રાઠોડ, શ્રીમતી રૂપલબેન રાઠોડ, શ્રી પરાગભાઇ ઝાલા, શિલ્પાબેન, ઉષાબેન રાવત, નિલેશભાઈ જોશી, મેહુલભાઈ પારઘી તથા પ્રકાશભાઈ ગોહિલએ સુંદર જહેમત ઉઠાવેલી. અત્રે ઉલ્લેખનીય છે કે મેંગોપીપલ પરીવાર છેલ્લા ૮ વર્ષથી ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારોના બાળકો માટે સતત કાર્યશીલ સંસ્થા છે . સંસ્થા આવા બાળકો માટે રાજકોટ તથા જામનગર માં ફ્રી એજ્યુકેશન ક્લાસ ચલાવે છે . ઉપરાંત સંસ્થા દ્વારા ” પ્રોજેક્ટ મુસ્કાન ” દ્વારા સ્લમ વિસ્તારોની બહેનો દીકરીઓને નિઃશુલ્ક સેનેટરી પેડ વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે . આવા સતકર્મોમાં સહભાગી થવા માટે અને સંસ્થાની વધુ માહિતી માટે શ્રી મનીષભાઈ રાઠોડ ( મો ૯૨૭૬૦૦૭૭૮૬ ) નંબર પર સંપર્ક કરવા અનુરોધ છે .