વસુધા વાટિકામાં સ્વાતંત્રતા સેનાની, શહીદોની તકતી પણ મૂકવામાં આવશે.ગામેગામ યોજનારા આ કાર્યક્રમ દરમિયાન વીરોને વંદન કરવા સાથે તેમના પરિવારજનોનું બહુમાન પણ કરવામાં આવશે. સાથે, હર ઘર તિરંગા અભિયાન પણ ચલાવવામાં આવશે.
બેઠકમાં મેયર શ્રીમતી બિનાબેન કોઠારી, ધારાસભ્ય સર્વ શ્રી મેઘજીભાઈ ચાવડા, શ્રી દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા કલેકટર શ્રી બી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ, પોલિસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ, ખંભાળિયા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રામદેભાઈ કરમુર, નગરપાલિકા પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ પરમાર, આગેવાન સર્વ શ્રી વી.ડી.મોરી, શ્રી વિમલભાઈ કગથરા, શ્રી રમેશભાઈ મુંગરા, શ્રી દિલીપભાઈ ભોજાણી, શ્રી વિજયસિંહ જેઠવા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.