સૌરાષ્ટ્રનું જગવિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં પૂજ્ય જલારામ બાપાના મંદિરે રોજ હજારો લોકો દર્શનાર્થે આવતા હોય છે, દેશ વિદેશથી દર્શન કરવા માટે આવતા યાત્રાળુઓ હોટેલો તેમજ ગેસ્ટહાઉસમાં રોકાવા માટે ઈન્ટરનેટ દ્વારા ઓનલાઈન કે લેન્ડલાઇન ફોન દ્વારા અથવા મોબાઈલ દ્વારા રૂમ બુક કરતા હોય છે,પરંતુ છેલ્લા બે ત્રણ દિવસ થયા યાત્રાધામ વીરપુરના BSNL ના ટેલીફોન,મોબાઈલ અને ઈન્ટરનેટ સંપૂર્ણ ઠપ થઈ જવા પામ્યા છે,આ BSNLની સેવાઓ ખોરવાતા વીરપુરના જાગૃત યુવાનોએ BSNL એક્સચેન્જ ખાતે રૂબરૂ જઈને ફરિયાદ કરતા BSNLના કર્મચારીઓએ જણાવ્યું હતું કે વીરપુરમાં BSNLની બધી સેવા ઠપ છે તેનું કારણ છે વીરપુરમાં ગુજરાત ગેસની પાઇપલાઇન ફિટિંગનું ખોદાણ કાર્યનો કોન્ટ્રાક્ટ નેટ-વે કંપની પાસે હોય જેમનો પેટા કોન્ટ્રાક્ટ બાલાજી એન્ટરપ્રાઇઝ નામની કંપની દ્વારા રાખેલ હોય તેમના કોન્ટ્રાક્ટરની બેદરકારીને લઈને ખોદકામ કરતા જેસીબી દ્વારા વીરપુર BSNLનો મુખ્ય ઓ.એફ.સી કેબલ ખોદકામ દરમિયાન અનેક જગ્યાએ કાપી નાખ્યો હતો જેમને લઈને યાત્રાધામ વીરપુરના પંથકના BSNLની તમામ સુવિધાઓ ઠપ થઈ ગઈ હતી જેમને લઈને યાત્રાધામ વીરપુરના મુખ્ય સેવાઓ જેવીકે વીરપુર પોલીસ મથક સહિત સરકારી હોસ્પિટલ તેમજ રેલવે સ્ટેશન,પોસ્ટઓફીસ તથા વીરપુર એસટી બસ સ્ટેશન, વીરપુર ગ્રામ પંચાયત સહિત અનેક સરકારી સુવિધાઓના ટેલિફોન મુંગા થઈ ગયા છે સાથે સાથે વીરપુરની હોટેલો, ગેસ્ટહાઉસોમાં ઓનલાઈન બુકિંગ તેમજ મોબાઈલ સેવાઓ પણ ખોરવાઈ ગઈ હતી જેમને કારણે વીરપુર આવતા યાત્રાળુઓને તેમજ વીરપુર ગામના સ્થાનિક લોકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે,ગુજરાત ગેસની પાઇપલાઇન ફિટીંગના ખોદકામમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે BSNLનો મુખ્ય ઓ.એફ.સી કેબલ અનેક જગ્યાએ તૂટી જતા હાલતો યાત્રાધામ વીરપુર સંપર્ક વિહોણું બની ગયું છે ત્યારે તંત્ર દ્વારા બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી વીરપુરના જાગૃત લોકોમાં માંગ ઉઠી છે.