વિદ્યાર્થીઓને યુક્રેન ઈન્ટરનેશનલ એરલાઈન્સ દ્વારા દિલ્હી લાવવામાં આવ્યા હતા.ભારતીય વિદ્યાર્થીઓ સહિત 182 મુસાફરોને લઈને એક ફ્લાઈટ આજે નવી દિલ્હી એરપોર્ટ પર આવી પહોંચી.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનમાં ‘મિલિટરી ઓપરેશન’ની જાહેરાત કર્યા બાદ યુક્રેનની રાજધાની કિવમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. રશિયા દ્વારા યુદ્ધની ઘોષણા પછી યુક્રેનના પૂર્વીય બંદર શહેર માર્યુપોલમાં શક્તિશાળી વિસ્ફોટ સાંભળવામાં આવ્યા હતા. તે દરમિયાન, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ જણાવ્યું હતું કે, યુક્રેન માં ફસાયેલા 20 હજારથી વધુ ભારતીય વિદ્યાર્થીઓને બચાવવા માટે ભારત સરકાર દ્વારા પહેલાથી જ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તિરુમૂર્તિએ યુએનએસસીમાં કહ્યું, ‘યુક્રેનમાં 20,000થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ છે. અમે વિદ્યાર્થીઓ સહિત તમામ ભારતીય નાગરિકોને અમારી જરૂરિયાત મુજબ પરત ફરવાની સુવિધા આપી રહ્યા છીએ.’