રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનમાં લશ્કરી કાર્યવાહીનો આદેશ આપ્યો.પુતિને યુક્રેનની સેનાને જલદી શસ્ત્રો નીચે મૂકવાની ધમકી આપી પુતિને કહ્યું છે કે જો યુક્રેન પીછેહઠ નહીં કરે તો યુદ્ધ થશે. નહીં તો યુદ્ધ ટાળી શકાય નહીં. પુતિને વધુમાં કહ્યું કે જો કોઈ અન્ય દેશ મધ્યમાં આવશે તો તેની સામે પણ જવાબી કાર્યવાહી કરવામાં આવશે.
યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. રશિયાએ કિવ, ખાર્કોવ સહિત અનેક શહેરો પર બેલેસ્ટિક મિસાઈલ છોડી છે. વિસ્ફોટોનો અવાજ દૂર સુધી સંભળાય છે. યુક્રેનમાં માર્શલ લૉ લાગુ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કિવ એરપોર્ટને પણ ખાલી કરાવવામાં આવ્યું છે.