રાજકોટના ઉપલેટા શહેરમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા શહીદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે આ યાત્રામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા રાજકોટ જિલ્લા ભાજપના યુવા મોરચા દ્વારા ભારતના વીર શહીદોની યાદમાં રાજકોટથી ઉપલેટા સુધીની એક શહીદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
આ યાત્રામાં ભાજપ યુવા મરચાના યુવાનો દ્વારા તૈયાર કરેલ ૧૦૦ મીટર લંભાઈ વાળો રાષ્ટ્રઘ્વજ લઈને રાજકોટથી ગોંડલ, જેતપુર, ધોરાજી થઈને ઉપલેટા સુધીનું આયોજન કરાયું હતું
ઉપલેટા શહેરના નાગનાથ ચોક ખાતે આ શહીદ યાત્રા આવી પહોંચતા ઉપલેટાના ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો, યુવાનો દ્વારા શહીદ યાત્રાના તમામ આયોજકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને બાદમાં વીર દેવાયત બોદરની પ્રતિમાને ફુલહાર કરી ઉપલેટા શહેરના મુખ્યમાર્ગો પર ૧૦૦ મીટરના રાષ્ટ્રધ્વજ લઈ શહરના ગાંધી ચોક, ભગતસિંહ ચોક તેમજ બાપુના બાવલા ચોક સુધીનું આયોજન કરેલ હતી ત્યારે આ દરમિયાન તમામ પ્રતિમાઓને ફુલહાર કરી યાત્રાનું શહેરના બાપુના બાવલા ચોક ખાતે સમાપન કરવામાં આવ્યું હતું.
રાજકોટ જિલ્લા યુવા ભાજપ દ્વારા આ શહીદ યાત્રાના આયોજનને લઈ ઉપલેટા શહેરના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોએ પણ ખૂબ બિરદાવી હતી અને બહોળી સંખ્યામાં સાથ સહકાર સાથે આ યાત્રામાં યુવાનો અને ભાજપના આગેવાનો જોડાયા હતા.