Samay Sandesh News
ગુજરાતરાજકોટ

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલ ભાદર 2 ડેમની માં પણ હાલ પુષ્કળ પ્રમાણમાં પાણી નો જથ્થો

આ વર્ષે ચોમાસુ ખૂબ સરસ રહ્યું અને ખુબજ સારો વરસાદ વરસ્યો છે, અને સૌરાષ્ટ્રના તમામ ડેમો પાણી થી ભરાયેલ છે ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલ ભાદર 2 ડેમની માં પણ હાલ પુષ્કળ પ્રમાણમાં પાણી નો જથ્થો ઉપલબ્ધ છે જેથી કરી અને ઉનાળુ પાક ને પિયત માટે ભાદર 2 નું પાણી સિંચાઇ માટે આપવા માટે નું સરકાર આયોજન કરે એવી ખેડૂતો ની માંગ છે.

ગત વર્ષ ની સરખામણી એ આં વર્ષ ધોરાજી પંથક માં મેઘરાજા મન મૂકી ને વરસ્યા જેને લઇ અને ધોરાજી નું ભાદર 2 ડેમ સતત પાંચ વખત ઓવર ફલો થયો હતો અને હજુ ભાદર 2 ડેમ માં પુષ્કળ પ્રમાણ માં પાણી નો જથ્થો છે ત્યારે ઉનાળુ પાક ને પિયત માટે ભાદર 2 નું પાણી સિંચાઇ મારફત આપવામાં આવે તો ખેડૂતો ને લાભ થાઈ એમ છે ગત ચોમાસુ પાક માં અતિ વૃષ્ટિ થવાને કારણે કપાસ મગફળી ના પાક નિસ્ફળ ગયા હતા અને શિયાળુ પાક પર વાતાવરણ ની અસર વર્તાઈ જેને કારણે જીરું ધાણા અને ચણા જેવા પાક માં રોગચાળો આવ્યો અને ઉત્પાદન ઘટયું છે જેને લઇ અને ખેડૂતો એ વાવેતર સમયે કરેલ ખર્ચ પણ માટે પડ્યું જેથી ખેડૂતો ની માંગ છે કે ઉનાળુ પાક માટે જો ભાદર 2 નું પાણી સિંચાઇ માટે આપવામાં આવે તો ખેડૂતો ને લાભ મળી શકે એમ છે.

Related posts

જામનગર: જિલ્લામાં આગામી તહેવાર અને વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ને અનુલક્ષીને હથિયારબંધી જાહેર કરવામાં આવી

samaysandeshnews

દાંતાના વણઝારા તળાવમાં ડૂબી જવાથી એક આશાસ્પદ યુવકનું મોત

samaysandeshnews

સુરતમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી નાં કૌટુંબિક કાકાની હત્યાં

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!