રાજકોટ જિલ્લા ના ધોરાજી પંથક ના ખેડૂતો ધુમ્મસ ભર્યા વાતાવરણ થી ચિંતિત બન્યા છે છેલ્લા બે મહિના થી આવી રહેલ ધુમ્મસ ને કારણે રવિ પાક પર સંકટ તોળાઈ રહ્યું છે અને ખેડૂતો પર પડ્યા પર પાટું જેવી સ્થિતિ નું નિર્માણ થયું છે.
ધોરાજી પંથક ના ખેડૂતો પર જાણે કુદરત રૂઠી હોઈ એવું લાગી રહ્યું છે છેલ્લા ત્રણ વર્ષ થી ધોરાજી પંથક ના ખેડૂતો નું આકાશી અને માનવ સર્જિત આફતો ને કારણે ખેડૂતો ને પાક નિસ્ફળ જાય છે અતિ વૃષ્ટિ ને કારણે કપાસ મગફળી સોયાબીન જેવા વિવિધ પાકો નું ધોવાણ થયું બાદ માં ખેડૂતો ને આશા હતી કે રવિ પાક માં સરું ઉત્પાદન મળશે પરંતુ ખેડૂતો ની આં આશા પર વાતાવરણ માં આવી રહેલ ફેર પલટા એ પાણી ફેરવી નાખ્યુ અને ધુમ્મસ ને કારણે તૈયાર પાક માં ભેજ લાગી જવાને કારણે ઘઉં જીરું અને ધાણા સહિત ના પાક ના દાણા કાળા પડી ગયા છે જેને કારણે ભાવ ઓછું આવાની ચિંતા ખેડૂતો ને સંતવી રહી છે તો બીજી તરફ બે મહિના થી આવી રહેલ ગાઢ ધુમ્મસ ને કારણે વાતાવરણ માં ભેજ રહેવાને કારણે પાક માં છારો ગળો કાળિયો અને ફુગજનું રોગ આવી ગયા છે.
ખેડૂતો નું કહેવું છે કે ધુમ્મસ ને કારણે ખાસ કરી ને ડુંગળી લસણ ના પાક માં ભારે રોગ આવ્યા છે વાવેતર થી લઇ અને પાક તૈયાર થઈ ત્યાર સુધી કરેલ ખર્ચ પણ નીકળી શકે એમ નથી