એંકર રાજકોટ જિલ્લા ના ધોરાજી માં ભારે વરસાદ થી ખેતરોમાં ઊભો પાક બળી ગયો છે કપાસ મગફળી સોયાબીન અને એરંડા જેવા વિવિધ પાકો બળી જવાને કારણે ખેડૂતો ને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. હવે ખેડૂતો સરકાર સમક્ષ સહાય ની માંગ કરી રહ્યા છે.
છેલ્લા બે વર્ષ થી એક બાદ એક આકાશી અને માનવ સર્જિત આફતો નું સામનો કરી ચૂકેલા ખેડૂતો ને આ વર્ષ આશા હતી કે સારો એવી વરસાદ થશે અને ઉત્પાદન સારૂ થશે અને પોષણ સમ ભાવ મળશે તો ખેડૂતો દેવાના ડુંગર માથી બહાર આવી જશે પરંતુ જાણે કુદરત ધોરાજી પંથક ના ખેડૂતો પર રૂઠી હોઈ એવું લાગી રહ્યું છે ખેડૂતો એ ભીમ અગયારસ ના રોજ વાવણી લાયક વરસાદ વરસતા કપાસ મગફળી સોયાબીન અને એરંડા જેવા વિવિધ પાકો નું વાવેતર કર્યું બાદ માં વરસાદ ખેંચાયો જેના કારણે પાક નિસ્ફળ ગયો બાદ માં ખેડૂતો એ મંડળી માથી ધિરાણ લઈ અને ફરી વાવેતર કર્યું અને મહા મહેનત એ ફરી પાક નું ઉછેર કર્યું અને પાક માં ફાલ પણ બેસી ગયો ઉત્પાદન નો સમય નજીક આવ્યો અને ધોરાજી પંથક માં સતત ધોધમાર વરસાદ પડ્યો જેને લઇ અને ઊભો પાક બળી ગયો આં ખેડૂતો ની ચિંતામાં ફરી એક વાત વધારો થયો.
ધોરાજી પંથક ના ખેડૂતો નું કહેવું છે કે ધોરાજી પંથક માં પડેલ ભારે વરસાદ ને કારણે ખેતરો માં ભારે નુકસાન થયું છે પાક નો સોથ વળી ગયો ભારે વરસાદ બાદ ખેતરો નું ધોવાણ થયું વાવેતર થી લઈ અને અત્યાર સુધી પાંચ થી છ હજાર નો ખર્ચ પણ કર્યો પરંતુ હવે હાથ માં માત્ર ને માત્ર નુકસાની આવશે ધોરાજી માં પડેલ ધોધમાર વરસાદ ના પાણી હજુ ખેતરો માથી ઓસર્યા નથી ખેતરો માં ભરેલ વરસાદી પાણી ને કારણે પાક બળી ને ખાક થઈ ગયો છે આમ ખેડૂતો દેવાના ડુંગર માં દબાઈ જશે હવે ખેડૂતો સરકાર સમક્ષ સહાય ની આશ લગાવી ને બેઠા છે