રાજકોટ : તંત્રની બેદરકારી કે અધિકારીઓની બેદરકારી? કરોડોના ખર્ચે બનાવાયેલા બસ સ્ટેન્ડમાં લેડીઝ વેઇટિંગ રૂમમાં ખુરશીઓ આડેધડ પડેલી જોવા મળી.
રાજકોટમાં કરોડોના ખર્ચે બનાવાયેલા નવા એસ.ટી. બસસ્ટેન્ડમાં લેડીઝ વેઇટિંગ રૂમમાં બેસવા માટેની ખુરશીઓ આડેધડ પડેલી દેખાઈ. નવું બનાવાયેલું બસ સ્ટેન્ડ શોભાના ગાંઠિયા સમાન.
બહારથી એરપોર્ટ જેવું દેખાતું આ રાજકોટનું નવું બસસ્ટેન્ડ રામભરોસે ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. તંત્રની બેદરકારી કે પછી અધિકારીઓની બેદરકારી? નવા બસ સ્ટેન્ડમાં કોઈ જ ધ્યાન નથી અપાતું. આડેધડ પડેલી ખુરશીઓને કારણે યાત્રીઓને પણ હેરાનગતિ થઇ રહી છે. અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય કે પછી તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગે છે. અધિકારીઓ પોતાની ફરજ બજાવી રહ્યા નથી.