જામનગર સી.ટી. એ ડિવિઝન દ્વારા કાલાવડ નાકા બહાર વિસ્તારમાં રાત્રીના 12.30 વાગ્યે માસ્ક નહીં પહેરનાર સામે દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરીને લઇને લોકોમાં સવાલો ઉઠ્યા, રાત્રિના 11 થી સવારના 6 સુધી રાજ્ય સરકાર દ્વારા કર્ફ્યુનું જાહેરનામું હોવા છતાં નહિવત જાહેરનામા ભંગના કેસ અને માસ્ક માટે લોકોના ખીચા ખખેરી રહ્યું છે પોલીસ તંત્ર.