Latest News
મોજે પાડલીમાં શંકાસ્પદ આઈસ ફેક્ટરી સામે કાર્યવાહી શરૂ: GPCB દ્વારા સેમ્પલ લેવાયા, માલિકને પરમિશનના દસ્તાવેજ રજૂ કરવાની નોટિસ. મુલુંડ મેટ્રો 4 દુર્ઘટના: બૉમ્બે હાઈકોર્ટનો કડક આદેશ – બે અઠવાડિયામાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કરો, વેલ્ડિંગ કાપનાર વેલ્ડર ઉત્તર પ્રદેશથી ઝડપાયો. “ગુજરાત પોલીસમાં મોટો વહીવટી ફેરફાર: 37 IPS અધિકારીઓની સામૂહિક બદલી, નિર્લિપ્ત રાય રાજકોટ રેન્જ IG – તરુણ દુગ્ગલ અમદાવાદ એડિશનલ કમિશ્નર (એડમિન)” “મહારાષ્ટ્રની અર્થવ્યવસ્થાનો મજબૂત ઉછાળો: 2025-26માં 7.9% વિકાસદરનો અંદાજ, દેશના સરેરાશ કરતાં વધુ ગતિ” “150 વર્ષની ભવ્ય વિરાસત: મુંબઈનું બાંદ્રા રેલવે સ્ટેશન – ઇતિહાસ, સ્થાપત્ય અને આધુનિકતાનો અદભૂત સંગમ” શિયાથી ક્રૂડ ઓઈલ ખરીદવા અમેરિકાની 30 દિવસની છૂટ

રાધનપુર શહેરનાં વોર્ડ નં-૧માં પડતર પ્રશ્નોનો નિકાલ લાવવા બાબત લેખિત રજુઆત..

રાધનપુર શહેરનાં વોર્ડ નં-૧માં પડતર પ્રશ્નોનો નિકાલ લાવવા બાબત લેખિત રજુઆત..

રોડ રસ્તા, લાઈટ અને ગટર તેમજ સાફ સફાઈનો અભાવ જણાતા પાલિકાના ચીફ ઓફિસર સહીત પ્રમુખ ને રજુઆત…

રાધનપુર શહેરનાં વોર્ડ નં-૧માં પડતર પ્રશ્નોનો નિકાલ પાટણ જીલ્લાના રાધનપુર શહેરમાં આવેલ વોર્ડ નં-૧માં નગરપાલિકા હદમાં આવેલ વિસ્તારમાં ઘણા સમયથી રજુઆતો કરેલ હોવા છતાં હજુ સુધી પડતર પ્રશ્નોના નિકાલ આવેલ નથી. ત્યારે આ વોર્ડ નગરના છેવાડે આવેલ હોવાથી પબ્લીકની અવરજવર વધારે થતી હોવાથી રોડ રસ્તા, લાઈટ અને ગટર તેમજ સાફ સફાઈનો અભાવ પણ જોવા મળે છે. જેને લઈને પાલિકાના સદસ્ય જયાબૅન ઠાકોર દ્વારા રજુઆત કરવામાં આવી છે. લેખિત માં દર્શાવ્યા મુજબ રાધનપુર વિસ્તારમાં રૂપાસરા (પ્રાથમિક શાળા)- જ્યાં ૩૫ વર્ષથી લાઈટનો અભાવ છે તો અંધાર પટમાં રહેતા રહીશોને લાઈટના થાંભલા તેમજ મીટરની વ્યવસ્થા કરી આપવા જણાવ્યું હતું. તેમજ જૈન ટોકીઝ નાના ઠાકોરવાસથી મોટાઠાકોરવાસ ઠાકોર ભુરાભાઈ જગુભાઈના ઘર સુધીનો અધુરો રોડ પૂર્ણ કરી આપવા બાબતે રજૂઆત અને ઠાકોરવાસમાં રોડ પર આવેલ મોટી ખુલ્લી ગટરો હોવાથી કોઈ ઘટિત ઘટના ના ઘટે એ હેતુસર સત્વરે ખુલ્લી ગટરોને ઢાંકવા રજુઆત કરી છે. રાધનપુર નાં મોટાપીરની દરગાહથી અર્ગોસર તળાવ અને જાપટપરા સુધી ઘણા સમયથી ભૂગર્ભ ગટરની સાફ સફાઈ થયેલ ના હોવાથી સતત ગટરના ગંદા પાણી રોડ પર ૨૪ કલાક ફરતા જોવા મળે છે જેના હિસાબે લોકોમાં માંદગી પણ જોવા મળી રહેલ છે તો આ વિસ્તરમાં સત્વરે ગટર સાફ સફાઈ અને સમારકામ કરાવી નિવારણ લાવવા રજુઆત કરવામાં આવી છે.આમ આ વિસ્તારમાં નગરપાલિકાના સભ્ય તરીકે ચૂંટાઈ આવેલ હોવાથી સ્થાનિક લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા ફરજ સમજી પાલિકા નાં સદસ્ય જયાબેન ઠાકોરે પાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખ ને રજુઆત કરી હતી અને લેખિતમાં આપેલ રજૂઆતને ધ્યાને લઇ સત્વરે નિરાકરણ લાવવા જણાવ્યું હતું.
રાધનપુર શહેરનાં વોર્ડ નં-૧માં પડતર પ્રશ્નોનો નિકાલ

 

પાટણ જીલ્લાના રાધનપુર શહેરમાં આવેલ વોર્ડ નં-૧માં નગરપાલિકા હદમાં આવેલ વિસ્તારમાં ઘણા સમયથી રજુઆતો કરેલ હોવા છતાં હજુ સુધી પડતર પ્રશ્નોના નિકાલ આવેલ નથી. ત્યારે આ વોર્ડ નગરના છેવાડે આવેલ હોવાથી પબ્લીકની અવરજવર વધારે થતી હોવાથી રોડ રસ્તા, લાઈટ અને ગટર તેમજ સાફ સફાઈનો અભાવ પણ જોવા મળે છે. જેને લઈને પાલિકાના સદસ્ય જયાબૅન ઠાકોર દ્વારા રજુઆત કરવામાં આવી છે.

લેખિત માં દર્શાવ્યા મુજબ રાધનપુર વિસ્તારમાં રૂપાસરા (પ્રાથમિક શાળા)- જ્યાં ૩૫ વર્ષથી લાઈટનો અભાવ છે તો અંધાર પટમાં રહેતા રહીશોને લાઈટના થાંભલા તેમજ મીટરની વ્યવસ્થા કરી આપવા જણાવ્યું હતું. તેમજ જૈન ટોકીઝ નાના ઠાકોરવાસથી મોટાઠાકોરવાસ ઠાકોર ભુરાભાઈ જગુભાઈના ઘર સુધીનો અધુરો રોડ પૂર્ણ કરી આપવા બાબતે રજૂઆત અને ઠાકોરવાસમાં રોડ પર આવેલ મોટી ખુલ્લી ગટરો હોવાથી કોઈ ઘટિત ઘટના ના ઘટે એ હેતુસર સત્વરે ખુલ્લી ગટરોને ઢાંકવા રજુઆત કરી છે.

રાધનપુર નાં મોટાપીરની દરગાહથી અર્ગોસર તળાવ અને જાપટપરા સુધી ઘણા સમયથી ભૂગર્ભ ગટરની સાફ સફાઈ થયેલ ના હોવાથી સતત ગટરના ગંદા પાણી રોડ પર ૨૪ કલાક ફરતા જોવા મળે છે જેના હિસાબે લોકોમાં માંદગી પણ જોવા મળી રહેલ છે તો આ વિસ્તરમાં સત્વરે ગટર સાફ સફાઈ અને સમારકામ કરાવી નિવારણ લાવવા રજુઆત કરવામાં આવી છે.આમ આ વિસ્તારમાં નગરપાલિકાના સભ્ય તરીકે ચૂંટાઈ આવેલ હોવાથી સ્થાનિક લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા ફરજ સમજી પાલિકા નાં સદસ્ય જયાબેન ઠાકોરે પાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખ ને રજુઆત કરી હતી અને લેખિતમાં આપેલ રજૂઆતને ધ્યાને લઇ સત્વરે નિરાકરણ લાવવા જણાવ્યું હતું.

આવા ને આવા નવા નવા ન્યુસ જાણવા માટે અમારી વેબસાઇટને વિઝિટ કરો સમયસંદેશન્યુસ

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

શુ તમને ચૂંટણીમા રસ છે. ?