મોડી રાત્રે વિકરાળ લપેટોમાં શોપિંગ સેન્ટર, દુકાનો બળીને ખાખ; ફાયર સેફ્ટીના અભાવથી નગરપાલિકા સામે ગંભીર સવાલો
મોટી ભાગની દુકાનો આગના ભરડામાં આવી જતા બળીને ખાખ
રાધનપુર સુરભી ગૌશાળા ના ગૌસેવકો પોતાના પાણીના ટેન્કરો અને ડોલો લઈને આગ ઉપર કાબુ મેળવવા માટે પહોંચ્યા
રાધનપુર નગરપાલિકા નું ફાયર ફાઈટર શોભાના ગાંઠિયા સમાન , જ્યારે આગની ઘટના બને ત્યારે પાલિકા નુ ફાયર આગ ઉપર કાબુ મેળવવામાં નિષ્ફળ જ રહ્યું છે – ત્યારે સ્થાનિક પાલિકા તંત્ર સામે અનેક સવાલો
ફાયર સેફટીના અભાવને લઇને નગર પાલિકા સામે અનેક સવાલો- તંત્રની બેદરકારી દર્શાવે છે કે શહેરમાં મોટી દુર્ઘટના ઘટે તો તંત્ર સક્રિય નથી

પાટણ નગરપાલિકાનું ફાયર ફાઈટર પહોંચ્યા બાદ આગ ઉપર મેળવ્યો હતો કાબુ
કૈલાશ પ્લાઝામાં વ્યાપારીઓને લાખો રૂપિયાનું અને અન્ય મોટુ નુકસાન
હાલ પ્રાથમિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન: રાધનપુરમા ફાયર સેફટી નો અભાવ મુખ્ય મુદ્દો બન્યો
તો બીજી તરફ…..
રાધનપુર શહેરમાં ફાયર સેફ્ટી માત્ર કાગળ પરજ જોવા મળે છે!
વાણિજ્યિક મકાનોમાં નિયમોની ખુલ્લેઆમ અવગણના
રાધનપુર શહેરી વિસ્તારમાં વાણિજ્યિક બંધકામોમાં ફરજિયાત ફાયર સેફ્ટીની સુવિધા હકીકતમાં અસ્તિત્વમાં ન હોવાનું સામે આવ્યું છે. નિયમ મુજબ ફાયર સેફ્ટી બતાવી મંજૂરી લેવાય છે પરંતુ સ્થળ પર તપાસ કરવામાં આવે તો કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા જોવા મળતી નથી.
ફાયર સેફ્ટી બાબતે નગરપાલિકાની જવાબદારી પર ગંભીર સવાલો ઊભા થયા છે. ફાયર સેફ્ટી અધિકારી દ્વારા મોનિટરિંગની જવાબદારી ચીફ ઓફિસર અને સ્થાનિક સ્વરાજ્યની વ્યવસ્થાની હોવાનું જણાવવામાં આવતા જવાબદારી ટાળવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો આક્ષેપ છે.
અરજદાર દ્વારા તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ અધિકારીને લેખિત રજૂઆત કરીને બિનનિયમિત વાણિજ્યિક બંધકામો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. જો કાર્યવાહી નહીં થાય તો શહેરમાં કોઈ મોટી દુર્ઘટનાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.

હવે જોવાનું રહ્યું કે નગરપાલિકા અને તંત્ર ફાયર સેફ્ટી મામલે ક્યારે જાગે છે અને જવાબદાર સામે કેવા પ્રકારના પગલાં ભરવામાં આવે છે તે જોવું રહ્યું.. કે પછી રાધનપુર શહેરમાં મોટી દુર્ઘટના ની રાહ જોવાય છે વગેરે સવાલો..?
રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર – પાટણ
Author: samay sandesh
13







