Samay Sandesh News
ગુજરાતજામનગર

રાષ્ટ્ર-ધર્મ વિરોધી પ્રવૃત્તિ કરનારને વળતો જવાબ આપવાની તૈયારી બતાવતી હિન્દુ સેના

શિવરાત્રી ની તૈયારી માં હિન્દુ સેના સૈનિકોએ લાગી જવું : સ્વ કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ આપવા માટે બે મિનિટ મૌન પાડ્યું : ‘

જામનગર હિન્દુ સેના ની અગત્યની બેઠકમાં અનેક નિર્ણયો સાથે આવતી શિવરાત્રીને લઇ રથયાત્રા માં જોડાવા તેમજ સાથોસાથ રથને શણગાર અને છરી ચાકા અન્ય સ્વબચાવ લક્ષી હથિયાર ન લાવવા અને ફક્ત તલવારો સાથે જ આવવાનું તેમજ શિવરાત્રી ની તૈયારીમાં લાગી જવાનું હિન્દુ સેના શહેર પ્રમુખ દીપકભાઈ પીલ્લાઈ એ જણાવ્યું હતું.

હિન્દુ સેનાના સૌરાષ્ટ્ર યુવા પ્રમુખ મયુર પટેલ ની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ધંધુકા મુકામે કિશન ભરવાડ ની હત્યા થઈ ત્યાર બાદ સોશિયલ મીડિયામાં ઘણી અલગ અલગ પોસ્ટ નો મારો ચાલી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા ગુજરાતના લગભગ બધા જિલ્લાઓમાં સાઇબર ક્રાઈમ સેલ ને સક્રિય કરાવ્યું છે. કઈ પોસ્ટ મૂકવી અને કઈ પોસ્ટ ના મૂકવી તેની વિસ્તૃત માહિતી આપી હતી અને સોશિયલ મીડિયાને લઈ કોઈ વિવાદ ઉભો ન થાય તેને લઇ કાનૂની માર્ગદર્શન પણ આપ્યું હતું યુવાઓમાં ધર્મ તરફની જાગૃતતા લાવવા જણાવી તમામ સૈનિકોએ સ્વ. કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ આપવા માટે બે મિનિટ મૌન પાળ્યું હતું.

આમ તમામ વિષયોને ખૂબ જ ગંભીરતાથી લઇ ગુજરાત હિન્દુ સેના અધ્યક્ષ પ્રતીક ભટ્ટ દ્વારા હિન્દુ યુવા ઓ એ રાષ્ટ્ર ધર્મ ના કામ માટે આગળ આવવું તેમજ હિન્દુ સેના નું GHSI (ગુજરાત હિન્દુ સેના ઇન્ટેલિજન્સ) ને વધુ સક્રિય બનાવવા માટે અને સાંસદ અસરુદ્દીન ઓવૈસી જેવા સનાતન ધર્મ વિરોધી ગતિવિધિ કરનારાઓ ઉપર નજર રાખી વળતો જવાબ પણ આપવાની તૈયારી કરવી. આવા રાષ્ટ્ર ધર્મ વિરોધી લોકોને જવાબ આપવા માટે હિન્દુ સેના તમામ વ્યવસ્થા પૂરી પાડવાની ખાતરી પણ આપી હતી.આ અગત્યની બેઠકમાં શિક્ષણ વિભાગના જીમ્મી ભરાડ, હિન્દુ સેના જીલ્લા ઉપપ્રમુખ ધીરેન નંદા, શહેર યુવા પ્રમુખ યસાંક ત્રિવેદી, મયુર ચંદન, દેવ આંબલીયા, દર્શન ત્રિવેદી, સાહિલ સોલંકી, રોહિત ગોહિલ, ભાવિક, ભરત સહિત અનેક સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

જામનગર : હાપા માર્કેટીંગ યાર્ડ ખાતે ચણા, રાયડા અને તુવેર ખરીદ કેન્દ્રની મુલાકાત લઇ ખેડૂતો સાથે બેઠક યોજતાં કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

cradmin

જામનગર :જામનગરમાં લેઉવા પટેલ સમાજમાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ ના પૂર્વ પ્રમુખ અને પૂર્વ સાંસદની પુણ્યતિથિમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

cradmin

જૂનાગઢ જિલ્લામાં છેતરપીંડી, વિશ્વાસઘાત કરી નાશી જનાર શખ્સ ભાવેશ રામજીભાઇ સચદેવને અમદાવાદ ગીતા મંદિર પાસેથી પકડી પાડતી જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!