થોડા દિવસ પહેલા કરેલી રખડતા ઢોરની વાતો શું માત્ર વાતુના વડા હતા કે શું?
જૂનાગઢ મા માત્ર સામાન્ય વરસાદ પડતાં જ મનપા ની નીતિ થઈ ઉઘાડી
કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ રોડ ને હજુ તો થોડા જ મહિના થયા છે .ત્યારે સામાન્ય વરસાદ પડતાં જ રોડના કામ ની ક્વોલિટી સાફ નજરે પડે છે. રોડ પૂરા થયા પછી કોન્ટ્રાકટર ના નામ ના બોર્ડ,રોડની અવધિ,બનાવેલ રોડ ની રકમ,ના બોર્ડ લગાવવાની વાતો માત્ર હૈયા ધારણા હતી કે શું ? બીજી તરફ જૂનાગઢ મનપાના કમિશ્નરે જાહેર જનતાને કોઈ મુશ્કેલી ન પડે અને સલામતી તેમજ જાહેર વ્યવસ્થા અને જાહેર આરોગ્ય જળવાય રહે તે માટે ની મોટી મોટી વાતો કરી હતી. કે જૂનાગઢ મા રખડતા પશુઓના કારણે અકસ્માત થાય છે . પશુઓના કારણે થતા અકસ્માત સબબ ગુનાહિત બેદરકારી બદલ આઈ.પી.સી.– ૩૦૪ હેઠળ સજા ની જોગવાઇનો ઉલેખ્ખ હુકમ મા કર્યો હતો.પરંતુ હાલના સમયમાં જૂનાગઢ ના બહાઉદ્દીન કોલેજ,કાળવા ચોક ,મધુરમ વિસ્તાર અને સોસાયટીની ગલીઓના રોડ પર અડિંગો જમાવી બેઠા હોય છે ત્યારે માલિક વિહોણા રખડતા ભટકતા પશુના હિસાબે જો કોઈ નિર્દોષ નાગરિક અકસ્માતનો ભોગ બને તો તેની જવાબદારી કોણ સ્વિકારશે ? શું મનપા એમની લાલિયાવાડી છુપાવવા જનતા નવો લોલીપોપ આપશે કે કેમ ? લાગી રહ્યું કે સમય જતાં જાણે જાહેરનામાં નું બાષ્પીભવન થઈ ગયું લાગે છે.