લગ્ન પ્રસંગમાંથી નીકળી ગયેલી યુવતી લાપતા: ભાણવડ પોલીસ દ્વારા ગુમ નોંધ, પરિવાર ચિંતિત

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ચોરબેડી ગામની એક યુવતી લગ્ન પ્રસંગ દરમિયાન અચાનક ગાયબ થઈ જતાં પરિવારમાં ચિંતા અને વિસ્તારમાં ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં ભાણવડ પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધ દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.
લગ્નમાં ગઈ અને અચાનક લાપતા
મળતી માહિતી મુજબ લાલપુર તાલુકાના ચોરબેડી ગામે રહેતા ભીમસીભાઈ વશરાની પુત્રી નિતાબેન ભીમસી વશરા (ઉંમર આશરે ૨૩ વર્ષ) પોતાના માસા કારાભાઈ કરમુરના ઘરે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા મેવાસા ગામે ગઈ હતી.લગ્નની ખુશીના માહોલ વચ્ચે નિતાબેન માસાના ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર બહાર નીકળી ગઈ હતી. ત્યારબાદ લાંબા સમય સુધી પરત ન ફરતા પરિવારજનો દ્વારા સગાસંબંધીઓ તથા ઓળખીતાઓ પાસે શોધખોળ કરવામાં આવી, પરંતુ કોઈ પત્તો મળ્યો નહોતો.
ભાઈએ પોલીસમાં કરી જાણ
યુવતી ઘરે પરત ન આવતા તેના ભાઈ માલદે ભીમસીભાઈ વશરાએ ભાણવડ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ગુમ નોંધ દાખલ કરી અને યુવતીની શોધખોળ શરૂ કરી છે.પોલીસે આસપાસના ગામોમાં પૂછપરછ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન તથા સંભવિત સ્થળોએ તપાસ શરૂ કરી છે. ઉપરાંત સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
યુવતીનો વર્ણન
ગુમ થયેલી નિતાબેન ભીમસી વશરાની ઓળખ માટે પોલીસ દ્વારા નીચે મુજબ વિગતો જાહેર કરવામાં આવી છે:
  • ઉંમર : આશરે ૨૩ વર્ષ
  • ઊંચાઈ : લગભગ ૫ ફૂટ
  • શિક્ષણ : ધોરણ ૯ સુધી અભ્યાસ
  • ભાષા : ગુજરાતી અને હિન્દી
  • પહેરવેશ : દૂધિયા કલરનો ડ્રેસ
માહિતી મળે તો પોલીસને જાણ કરવાની અપીલ
ભાણવડ પોલીસ સ્ટેશનના પી.આઈ. ચેનત દેસાઈ તથા એ.એસ.આઈ. એમ.એ. રાણા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જો કોઈને યુવતી વિશે કોઈ માહિતી મળે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા ઉપરોક્ત અધિકારીઓનો સંપર્ક કરવો.
પરિવાર ચિંતિત, વહેલી તકે શોધવાની માંગ
યુવતી અચાનક ગાયબ થતાં પરિવાર ચિંતામાં મુકાઈ ગયો છે. માતા-પિતા તથા સગાસંબંધીઓએ પોલીસને વહેલી તકે યુવતીનો પત્તો લગાવી સુરક્ષિત ઘરે પરત લાવવા વિનંતી કરી છે.પોલીસે જણાવ્યું છે કે તમામ દિશામાં તપાસ ચાલી રહી છે અને યુવતીને શોધવા માટે ટીમો સક્રિય રીતે કામ કરી રહી છે.

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

શુ તમને ચૂંટણીમા રસ છે. ?