પ્રાપ્ત માહીતી મુજબ લાલપુર તાલુકા પ્રગટેશ્વર સોસાયટીમાં વસવાટ કરતા એડવોકેટ નીલેશભાઈ પ્રવીણભાઈ બોડા એ બલદેવ સવદાસભાઈ ગોરાણીયા સામે લાલપુર પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી છે કે બલદેવ સવદાસભાઈ ગોરાણીયા તથા તેની સાથે અન્ય છ મળીને કુલ સાત આરોપીઓ વિરુદ્ધ અગાઉ લાલપુર પોલીસ મથકમાં હત્યાના પ્રયાસની કલમો મુજબનો ગુન્હો દાખલ થયેલ
હોય જે ગુનાના આરોપીના વકીલ તરીકે વકીલાત કરતા નીલેશ બોડા રોકાયેલ હોય જેથી તમામ આરોપીઓનુ ચાર્જશીટ કમીટ કરવાનુ હોય જેથી તમામ આરોપીઓ કોર્ટમા આવેલ હોય જેમા બલદેવના ભાઈ મનોજ ઉર્ફે સંજય તથા આરોપી કેસુ લખમણ તથા રાજેસ સોમાનાઓના જામીન વખતે કોર્ટએ ત્રીસ દીવસમા સોલવંસી રજુ કરવા હુકમ કરેલ હોય જે સોલવંસી આરોપીઓ સમય મર્યાદામા કોર્ટમા રજુ કરેલ ના હોય જેથી કોર્ટ દ્વારા જેલ વોરન્ટ ભરી અપવમા આવેલ હોય જેનો ખાર રાખી આરોપી પૈકીના બલદેવે ફરિયાદી વકીલ નીલેશ બોડાને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા સબબની ફરિયાદ લાલપુર પોલીસ મથકમાં નોંધાઈ છે.જે બાબત આગળ ની કાર્યવાહી લાલપુર તાલુકા પી.એસ. આઈ ડી.એસ. વાઢેર ચલાવી રહ્યા છે