જુનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર ની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિતેજા વાસમસેટ્ટીના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં વેપારીઓને ફોન દ્વારા કોન્ટેક કરી વિશ્વાસમાં લઇ વેપારીઓ સાથે વિશ્વાસઘાત કરતી ગેંગના ગુન્હાહિત લક્ષ્ય પાર પાડે તે પહેલા વોચ ગોઠવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામી દેવા ડી.વાય.એસ પી પી.જી .જાડેજાના માર્ગદર્શન હેઠળ સી ડીવીઝન પોલીસે સ્ટેશન પી.એસ.આઈ જે .જે.ગઢવી તથા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા . તે દરમ્યાન પોલીસે કોન્સ્ટેબલ . ઈન્દ્રજીતસિંહ ઝાલા , તથા આઝાદસિંહ સિસોદીયાને બાતમી મળેલ કે એક ટાટા આઇસર ટ્રક નંબર GJ 03 AT 0267 માં લોખંડની ખીવાસળી ભરી વંથલી તરફથી રાજકોટ તરફ નિકળવાનો છે , અને આ લોંખંડ તેણે છળકપટ થી વિશ્વાસઘાત થી મેળવેલ છે .
ચોક્કસ બાતમી આધારે મધુરમ બાયપાસ વંથલી રોંડ ઉપર મામા દેવના મંદીર નજીક જઇ અલગ – અલગ જગ્યાએ વોચમાં હતા . તે દરમ્યાન ખીલાસરી ભરેલ ટ્રકને બે ઇસમો સાથે પકડી લઇ પુછ પરછ કરતા જુનાગઢ શહેરમાં કુલ ત્રણ અલગ – અલગ જગ્યાએ થી શૈલેષભાઇ છગનભાઇ પટેલ તથા ,મહેશ પટેલના કહેવાથી લોખંડની ‘ ખીલાસળી • સ્ટીલ મેળવી ગોંડલ રાજકોટ તરફ લઇ જતા હતા અને કુલ બે ગુન્હાઓને આચર્યા કબુલાત કરી હતી.અને આ બંન્ને આરોપીઓને આ શૈલેષ પટેલ અને મહેશ પટેલ વિશે પુછપરછ કરતા જણાવેલ કે આ શૈલેષ પટેલ સ્થાનિક વેપારીને ફોન દ્વારા પોતાનું ખોટું નામ આપી તે વિસ્તારના સ્થાનિક નામચિન આગેવાનના નામ ઉપર વેપારીને વિશ્વાસમાં લઇ રોકડ રૂપીયા આપ્યા વગર ઉધારમાં જુનાગઢના લોખંડના વેપારીઓ પાસેથી માલ મેળવી પેમેન્ટ આરટીજીએસ થી કરી આપવાનું જણાવી અને માલ ની ડિલેવરી મેળવી ફોન સ્વીચ ઓફ કરી દેતા હતા પકડાયેલ આરોપીઓ અરજણભાઇ રત્નાભાઇ પરમાર અને કનૈયાલાલ મેઘજીભાઇ પિત્રોડા તેમજ આ ગુન્હામાં મુખ્ય આરોપી શૈભેષભાઇ છગનભાઇ પટેલ અને મહેશ પટેલ વિરુદ્ધ ગુન્હો નોંધી જૂનાગઢ સી ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ જે.જે.ગઢવી તેમજ હેડ કોન્સ્ટેબલ આર.બી. છેલાણા ,આઝાદસિંહ સિસોદીયા ,ઇન્દ્રજીતસિંહ ઝાલા ,એન.જે.ભેટારીયા , તથા પોલીસ કોન્સ્ટેબલ ચેતનસિંહ સોલંકી , ભગવાનજી વાઢિયા , ઇન્દ્રજીતસિંહ ઝાલા , કરણસિંહ ઝણકાત , દીલીપભાઈ કોર , વગેરે પોલીસ સ્ટાફે સાથે રહી આ કામગીરી કરી અને બંને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.