Samay Sandesh News
ગુજરાતબનાસકાંઠા (પાલનપુર)

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી બનાસની ધન્ય ધરા પર પધારશે

બનાસકાંઠા..

આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી બનાસની ધન્ય ધરા પર પધારશે

વડાપ્રધાન ને આવકારવા બનાસવાસીઓમાં અનેરો આનંદ અને ઉત્સાહ..

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દિયોદર ખાતે બનાસ ડેરી
સંકુલનું લોકાર્પણ કરી વિશાળ મહિલા સંમેલનને સંબોધશે..

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બનાસકાંઠા જીવાદોરી સમાન બનાસડેરી નાં પનાવા પ્લાન્ટ નું યોજાશે લોકાર્પણ..

દિયોદર નજીક સણાદર ખાતે ૧૫૧ વીઘામાં નિર્માણ પામેલ બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનીટી રેડીયો સ્ટેશન (FM 90.4) નું લોકાર્પણ કરવામાં આવશે..

5 લાખ થી વધુ વિશાળ મહિલા સંમેલન યોજાશે.

સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં પશુપાલક બહેનો ઉપસ્થિત રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોનું ઇ- લોકાર્પણ અને ઇ- ખાતમૂર્હત પણ કરવામાં આવશે.

ઇ- લોકાર્પણમાં બનાસ ડેરીના ચીઝ અને વ્હે પાવડર પ્લાન્ટ વિસ્તૃતીકરણ પાલનપુર, બનાસ ગોબર ગેસ પ્લાન્ટ અને બાયો સી.એન.જી. સ્ટેશન દામા (ડીસા) અને ઇ- ખાતમુહૂર્તમાં નવીન 4 ગોબરગેસ પ્લાન્ટ- ખીમાણા, રતનપુરા (ભીલડી), રાધનપુર અને થાવર (ધાનેરા) નું ઈ લોકાર્પણ કરવામાં આવશે..

ભારતમાં આવું પહેલી વાર બન્યું હશે કે “એક જ જિલ્લામાં બીજો મોટો અત્યાધુનિક ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો હોય,

જૂન-૨૦૨૦ માં દિયોદર ખાતે બનાસ ડેરીનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું..

માત્ર ૧૮ મહિનાના ટૂંકા ગાળામાં અને કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારીની વિપરીત પરિસ્થિતિ વચ્ચે સ્ટેટ ઓફ ધી આર્ટ ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો છે.

વિશ્વના જુદા જુદા ૭ દેશોની મશીનરી આ પ્લાન્ટમાં લગાવાઇ છે

. આ પ્લાન્ટમાં ૩૦ લાખ લીટર પ્રતિદિનની દૂધની પ્રક્રિયા ક્ષમતા છે.

જે વધારીને ૫૦ લાખ લીટર પ્રતિદિન કરી શકાશે.

પ્લાન્ટમાં ૧૦૦ ટન પ્રતિદિન બટર ઉત્પાદન ક્ષમતા, ૧ લાખ લીટર પ્રતિદિન આઈસ્ક્રીમ પ્લાન્ટ, ૨૦ ટન પ્રતિદિન ખોવા તેમજ ૬ ટન પ્રતિદિન ચોકલેટ એન્રોબીંગ પ્લાન્ટની વ્યવસ્થા છે.

ડેરી પ્લાન્ટની બાજુમાં સદર સંકુલમાં જ ૪૮ ટન પ્રતિદિનની બટાકા પ્રોસેસિંગની ક્ષમતા પણ છે.

બનાસ ડેરી સંકુલ, દિયોદર ખાતે સહકારી ક્ષેત્રમાં સૌ પ્રથમવાર બનાસ કોમ્યુનીટી FM રેડીયો 90.4 સ્ટેશન ઉભું કરવામાં આવી રહ્યું છે.

જે લોકશિક્ષણ અને પશુપાલનમાં ખૂબ જ ઉપયોગી થશે.

આ વિવિધ પ્રકારના કામોનું ઈ લોકાર્પણ થી જિલ્લા નાં લોકો માં ખુશી છવાઈ..

Related posts

ધોરાજી ની શફુરા નદી માથી અજાણ્યા યુવાન ની લાશ મળી આવી

samaysandeshnews

જૂનાગઢ નિ:સ્વાર્થ ગ્રુપ દ્વારા ઉંધીયું,અને પૂરી , વૃદ્ધાશ્રમ ,ઝૂંપડપટ્ટી વિસ્તાર અને બાળકો ને જમાડી માનવતા ની મહેક પ્રસરાવી..

samaysandeshnews

જામનગર: જામનગર જિલ્લા કક્ષાનો આયુષ્માન ભવ: કાર્યક્રમનો શુભારંભ

cradmin

Leave a Comment

error: Content is protected !!