Latest News
સ્વ. વિજય રૂપાણીની અંતિમયાત્રા પર વિવાદ: પરિવાર પાસેથી ખર્ચ વસૂલ્યો હોવાના દાવા સામે રાજકીય ભૂકંપ મુંબઈમાં ઐતિહાસિક જૈન રથયાત્રા : વિશ્વશાંતિ, શ્રદ્ધા અને એકતાનો અનોખો મહોત્સવ ✨ નાગપુરમાં વિકાસનો નવો માઇલસ્ટોન: રૂ. 191 કરોડના ખર્ચે જ્ઞાનયોગી ડૉ. શ્રીકાંત જીચકર ફ્લાયઓવરનું લોકાર્પણ, ટ્રાફિક જામ અને અકસ્માતોથી રાહત શ્રીરામકથા મહોત્સવમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરી: મોરારીબાપુની વાણીમાં સંયમ, બલિદાન અને તપસ્યાનો સંદેશ અનન્યા પાંડેનો ગ્લૅમરસ અવતાર: ડિઝાઇનર ગાઉનમાં છવાઈ ગયેલી યુવા સ્ટાર યવતમાળમાં ‘આદિ કર્મયોગી અભિયાન’ અને વિકાસ કાર્યોનો ભવ્ય ઉદ્ઘાટન: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં લોકકલ્યાણનો મંગલપ્રયાસ

વનતારાની વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂ અને રેહાબિલિટેશનમાં ભવિષ્ય માટે તૈયાર, ઇમર્સિવ ડિજિટલ અનુભવ આપતી નવી વેબસાઇટનું અનાવરણ

જામનગર (ગુજરાત), ૧૦ એપ્રિલ ૨૦૨૫: વનતારાના સ્થાપક અને સ્વપ્નદૃષ્ટા પરોપકારી અનંત મુકેશ અંબાણીના જન્મદિવસ નિમિત્તે વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂ, રેહાબિલિટેશન અને કન્ઝર્વેશન ક્ષેત્રે વિશ્વની અગ્રણી સંસ્થાઓમાંની એક વનતારાએ તેની નવી વેબસાઇટ vantara.inના લોન્ચની જાહેરાત કરી છે. આ પ્લેટફોર્મ એક શક્તિશાળી ડિજિટલ અનુભવ પૂરો પાડે છે જે આકર્ષક સ્ટોરીટેલિંગ અને ઇન્ટ્યુટીવ ડિઝાઇનનો સુભગ સમન્વય છે, જે સંસ્થાની વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન, એજ્યુકેશન અને રિસર્ચ પ્રત્યેની ઊંડી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

નવી વેબસાઇટની મુખ્ય વિશેષતા તેની 360-ડિગ્રી વિઝ્યુઅલ ટૂર છે, જેમાં મુલાકાતીઓ વનતારાની દુનિયામાં ખોવાઈ જાય છે, સાથે સાથે સંસ્થાની પ્રાણી સંગ્રહાલય તરીકે નહીં પરંતુ રેસ્ક્યૂ અને રેહાબિલિટેશન કેન્દ્ર તરીકેની ઓળખને મજબૂત બનાવે છે. આ પ્લેટફોર્મ ઇન્ટરેક્ટિવ મોશન ગ્રાફિક્સ અને એનિમેશન દ્વારા પ્રાણીઓની વાર્તાઓને જીવંત બનાવતો ડાયનેમિક અને વિઝ્યુઅલથી સમૃદ્ધ અનુભવ પૂરો પાડે છે.

અડચણો વગરની ડિઝાઇનના તત્વો પ્રાણીઓ અને તેમના રહેઠાણો વચ્ચેના ઊંડા જોડાણને પ્રતિબિંબિત કરે છે, જ્યારે સરળ અને સાહજિક ઇન્ટરફેસ સુગમ નેવિગેશન સુનિશ્ચિત કરે છે. ડેસ્કટોપથી લઈને ટેબ્લેટ અને સ્માર્ટફોન સુધીના બધા ડિવાઇસીસ માટે સંપૂર્ણપણે ઑપ્ટિમાઇઝ કરેલી આ સાઇટ તમામ પ્લેટફોર્મ પર વપરાશકર્તાને સરળ અને સુસંગત અનુભવ પૂરો પાડે છે. ખાસ પ્રકારની તસવીરો અને લીલા રંગના થીમ આધારિત દૃશ્યોનો વિચારપૂર્વક ઉપયોગ વનતારાના પર્યાવરણ પ્રત્યેના સભાન મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા પર વધુ ભાર મૂકે છે.

આગામી મહિનાઓમાં વનતારા તેની વેબસાઇટ પર અનેક પ્રજાતિઓનો જ્ઞાનકોશ લોન્ચ કરશે – એક એવું વ્યાપક પ્લેટફોર્મ જેમાં વિવિધ પ્રજાતિઓ, તેમના રહેઠાણો, આહાર, સંભાળની જરૂરિયાતો અને બચાવ પ્રયાસોની ઊંડાણપૂર્વકની વિગતો આપવામાં આવશે, જે વન્યજીવન માહિતી માટે એક જ ઠેકાણે ઉપલબ્ધ સંસાધન તરીકે સેવા આપશે. આ ઉપરાંત પ્રજાતિઓ અને પેટાજાતિઓ પર વિગતવાર સામગ્રીનો સમાવેશ થશે, જેમાં અદ્યતન ડીએનએ પ્રોફાઇલ્સનો સમાવેશ થતાં આ રિસોર્સ હબનો વિસ્તાર થશે.

આ પહેલ વનતારા ધીરુભાઈ અંબાણી વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂ લેબોરેટરીના અગ્રણી કાર્ય સાથે સુસંગત છે, જે વિશ્વસનીય આનુવંશિક ડેટાનું સંશોધન કરનારા વિજ્ઞાનીઓ અને સંશોધકો માટે આ પ્લેટફોર્મને એક મૂલ્યવાન સાધન તરીકે સ્થાન આપે છે. વન્યજીવન તથા આનુવંશિકતામાં અધિકૃત અને ઘણીવાર ઓછી શોધાયેલી વિગતો પૂરી પાડીને આ વેબસાઇટનો ઉદ્દેશ્ય જૈવવિવિધતાની સમજને આગળ વધારવા માટે એક અગ્રણી વૈશ્વિક સંસાધન બનવાનો – અને તેના સ્થાપક અનંત અંબાણીના વિઝનને સાકાર કરવાનો છે.

પ્રાણીઓના કલ્યાણમાં ઊંડો રસ ધરાવનારા લોકો માટે આ પ્લેટફોર્મ ગેટવે તરીકે કાર્ય કરીને સ્વયંસેવક, કોલાબોરેશન અને કારકિર્દી ઘડવાની તકો પૂરી પાડશે. આ લોન્ચ વનતારાની ડિજિટલ યાત્રામાં એક મુખ્ય સીમાચિન્હરૂપ છે, જે એક એવી જગ્યા તૈયાર કરે છે જ્યાં કન્ઝર્વેશનનો ઇનોવેશન સાથે સમન્વય થાય છે અને ગ્લોબલ ઓડિયન્સને પ્રકૃતિ અને વન્યજીવનના રક્ષણ, જતન અને સમજવાના તેના મિશન સાથે વધુ અર્થપૂર્ણ રીતે જોડાવા સક્ષમ બનાવે છે.

તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્દઘાટન કરાયેલું વનતારા ગુજરાતના જામનગર સ્થિત એક વિશ્વ કક્ષાની રેસ્ક્યૂ એન્ડ કન્ઝર્વેશન માટેની પહેલ છે. આ સંસ્થાએ વૈશ્વિક સ્તરે 2,000થી વધુ એનિમલ રેસ્ક્યૂ મિશન હાથ ધર્યા છે અને ચિત્તાઓને ભારતીય જંગલોમાં પાછા લાવવા, એશિયાઈ સિંહોની વસ્તીને પુનર્જીવિત કરવા અને સંરક્ષણમાં જન્મેલા અને ઉછરેલા ગેંડાઓને રિઇન્ટ્રોડ્યૂસ કરવા જેવી મુખ્ય પહેલો થકી વનતારા ભારતના વન્યજીવન વારસાને પુનઃસ્થાપિત કરવા માટે સક્રિયપણે કાર્ય કરી રહી છે.

samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?