જામનગર જિલ્લામાં વરસાદ ખેંચાયો છે ત્યારે લાંબા સમયથી જે ખેડૂતોને પાણીની સુવિધા મળી નથી અને ખરીફ પાકનું વાવેતર કર્યું છે તેઓ પાકને લાંબા સમયથી પાણી પાઇ શકયા નથી. હવે સારો વરસાદ થાય તો પણ લાંબા સમયથી પિયત વગરના છોડને એકાએક પાણી મળતા રોગચાળાથી ઘેરાઇ જશે. આથી પાક નિષ્ફળ જવાની પૂરેપૂરી શકયતા છે. જિલ્લામાં જે ખેડૂતોને પિયતની સુવિધા નથી તેનો પાક બળી જવાની ભીતિ પણ છે.
જામનગર જિલ્લામાં પહેલા પણ ચોમાસામાં વરસાદ ખેંચાતા વાવેતરને ખૂબ જ મોટી અસર થઇ હતી અને પાક નિષ્ફળ જવાની ભીતિ હતી. પાકના વાવેતરના સર્વે માટે દિલ્હીથી અધિકારીઓની ટીમ પણ આવી હતી અને સર્વે પણ કર્યો હતો. જોકે, 2 દિવસમાં વરસાદ સારો થતાં જયારે રવિ પાકને ખુબ જ ફાયદો થયો હતો.