શહેરા તાલુકાના વાઘજીપુર ચોકડી પાસે આવેલા રાજ ક્લિનક ખાતે એસ.ઓ.જી પોલીસે મેડિકલ ઓફિસર ને સાથે રાખીને તપાસ કરતા ડી.એચ.એમ એસ ની ડીગ્રી ઉપર એલોપોથિક સારવાર પ્રેક્ટિસ કરતા તબીબ સામે કાર્યવાહી કરાઈ
લાયસન્સ વગર દવાખાનામાં એલોપોથીક દવાઓ 1,31079 કિંમતની મળી આવતા આ અંગે શહેરા પોલીસ મથકે તબીબ સામે ગુનો નોંધાયો
શહેરા તાલુકાના વાઘજીપુર ગામની ચોકડી પાસે રાજ ક્લિનીકમાં એસ.ઓ.જી પોલીસે મેડિકલ ઓફિસર ને સાથે રાખીને તપાસ હાથધરી હતી. તપાસ દરમિયાન ડી.એચ.એમ.એસ ડિગ્રી ઉપર દવાખાનું ખોલીને એલોપેથીકની સારવારની તબીબી પ્રેક્ટિસ કરવામાં આવી રહી હોવાનું સામે આવવા સાથે લાયસન્સ વગર દવાખાનામાં એલોપેથીક દવાઓ 1,31079 કિંમતની મળી આવતા આ અંગે શહેરા પોલીસ મથકે તબીબ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
શહેરા તાલુકાના વાઘજીપુર ચોકડી પાસે રાજ ક્લિનીકમાં કોઈપણ પ્રકારની એલોપેથીક સારવાર માટેની ડીગ્રી વગર એક તબીબ અલીઅજગર જૈનુદ્દીન કાલીયાકુવા વાલા રહે ગોધરા ડી.એચ. એંમ. એસની ડીગ્રી ઉપર દર્દીઓની સારવાર કરતા હોવાની માહિતી એસઓજી પોલીસની મળી હતી. મળેલી માહિતીના આધારે એસ.ઓ.જી શાખામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જી.વહોનીયા, પાદરડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. પ્રવિણભાઈ મુનિયા, સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. પરિમલ ભરતકુમાર જણસારી તેમજ ફાર્મસિસ્ટ અવિનાશ પટેલ સહિતની ટીમે રાજ કિલનીકમમાં જઈને તપાસ શરૂ કરી હતી. દવાખાના ખાતે એસ.ઓ.જી પોલીસ અને મેડિકલ ઓફિસર સહિતની ટીમની તપાસ ચાર કલાક કરતા વધુ સમય ચાલવા સાથે તબીબ એલોપેથીક સારવાર કરતા હોવાનું જણાઈ આવા સાથે એલોપેથીક દવા માટે કોઈ પણ પ્રાપ્ત ડીગ્રી પણ ન હોવાનું સામે આવ્યુ હતુ,જેથી મેડીકલ ઓફિસર એ 1,31,079 લાખની કિંમતની દવાઓ સાથે રાજ દવાખાનાના ડોક્ટરને શહેરા પોલીસ મથક ખાતે લાવીને જરૂરી કાર્યવાહી હાથધરી હતી.પોલીસ મથક ખાતે તપાસ કરનાર અધિકારી દ્વારા તબીબ અલીઅજગર જૈનુદ્દીન કાલીયાકુવાવાલા સામે શહેરા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી. મહત્વનું છેકે આ પકડાયેલ ડોક્ટર કેટલાક વર્ષોથી આ વાઘજીપુર ચોકડી ખાતે દવાખાનુ ચલાવી રહ્યા હતા.જોકે શહેરા તાલુકા સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવા બોગસ અને ઝોલા છાપ ડોક્ટરો ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવી ગરીબ અને મધ્યમ વર્ગના અભણ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય તે બાબતે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા “ચાલે છે ચાલવા દો” ની નિતી છોડી ક્યાં ક્યાં માન્યતા પ્રાપ્ત ડિગ્રી ધરાવતા ડૉક્ટર દવાખાનું ચલાવી રહ્યા છે તેની યોગ્ય અને ઝીણવટ ભરી તપાસ કરી આવા બોગસ ડૉક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.
પંચમહાલ જીલ્લામા બી.એચ એમ.એસ ,ડી.એચ.એમ.એસની ડીગ્રી પર અમુક તબીબો દવાખાનામાં એલોપેથીક ની સારવાર કરવામા આવતી હોવાની ચર્ચાઇ રહયુ છે.ત્યારે આરોગ્ય વિભાગ સહિતના સબંધિત તંત્ર દ્વારા આ મામલે અન્ય દવાખાનાઓમા પણ ઓચિંતી તપાસ હાથ ધરવી જોઈએ? માત્ર એક તબીબની સામે કાર્યવાહી કરવામાં આવી હોય ત્યારે જીલ્લાના ગ્રામીણ વિસ્તારોમા આવા ઘણા દવાખાનાઓ આવેલા છે ત્યારે ત્યા પણ આ મામલે આરોગ્ય વિભાગ સહિતના જવાબદાર તંત્રના અધિકારી તપાસ હાથ ધરીને નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવે તે પણ જરૂરી છે…
WhatsApp link-
https://chat.whatsapp.com/L18FV1R9B1r42hmCOLc6QL
FACEBOOK LINK –
https://www.facebook.com/SamaySandesh…
Instagram link –
https://t.me/joinchat/g1_gPdcFxtM1NDZl
TELEGRAM LINK –
https://t.me/joinchat/uIljpkLp6VViYjRl
જનતાના અવાજને અમે કરીશુ ઉજાગર…
સંપર્ક કરો. +91 88660 66060
