કોન્ટ્રાક્ટરોની આળસ કે તંત્ર પાસે આયોજનનો અભાવ મતદાર પ્રજાને સમસ્યાઓની હારમાળા માંથી મુક્તિ અપાવવામાં નેતાઓ નિષ્ફળ રહ્યા કે શું?
મોરબી થી અમદાવાદ અને કચ્છ તરફ નો નેશનલ હાઈવે નાના-મોટા વાહનોથી સતત રાત-દિવસ ધમધમી રહ્યો છે જે વાંકાનેર તરફ જતો માર્ગ પર ટ્રાફિક સમસ્યા સાથે સાથે ચોમાસાના પાણીના નિકાલનો અભાવ સતત લોકો અનુભવી રહ્યા છે પદયાત્રીઓ માટે રોડ ક્રોસ કરવા માટે બ્રિજ પુલ મોરબીના શક્તિ ચેમ્બર નજીક નેશનલ હાઇવે પર બનાવવામાં આવ્યો છે જે રોડ ક્રોસ કરવા માટેના પુલનું કામ છે તે સમયે કોન્ટ્રાક્ટરો મારફત શરૂ કરવામાં આવ્યું હતું તે પણ છેલ્લા એકાદ વર્ષથી બ્રેક લાગી ગઈ છે કોઈ કારણોસર એ પુલ ની કામગીરી બંધ રહેતા કરેલા કામ પર પાણીઢોળ થતું હોય તેમ પરિસ્થિતિથી રહી છે કરેલા કામો પર બ્રેક લાગવાથી નેશનલ હાઇવે અમદાવાદ અને કચ્છ તરફ જતો માર્ગ જે ટ્રાફિકથી સતત ધમધમતો રહ્યો છે એવા માર્ગોપર આયોજનનો અભાવ કે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ કારણોસર બ્રેક વાગી જતા મતદાર પ્રજાને હાલાકી પડી રહી છે
જેમાં વિકાસ લક્ષી સરકારના કાર્યમાં વિરોધીઓને મોકળું મેદાન મળ્યું હોય તેમ લાખો કરોડોના ખર્ચે બનતા રોડ ક્રોસ પદયાત્રીઓ માટે ના પુલ નું કાર્ય માં બ્રેક વાગી ગઈ છે જે અંગે જિલ્લા કક્ષાના અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ રોડ સેફટી ના અધિકારીઓ પ્રજા ચિંતન કાર્ય થી વંચિત રહ્યા હોય તેઓ લાખો ના ખર્ચે બનસા પદયાત્રીઓ માટે નો રોડ ક્રોસ પુલ વિકાસ લક્ષી સરકારના રાજમાં બ્રેક મારવાથી તેના લોખંડના સળીયા કાટ ખાઇ રહ્યા છે જે કારમી મોંઘવારીમાં વિકાસ લક્ષી મોરબી ની મતદાર પ્રજા માટે ગંભીર ચિંતક બન્યો છે તે દિશામાં વિકાસ લક્ષી સરકારના ચૂંટાયેલા નેતાઓ ધારાસભ્યો સંસદસભ્યો એ ભૂલવું ના જોઈએ