વિદેશી બાળકોએ પોતાની બચતમાંથી દાંતા તાલુકાના આદિજાતિના બાળકોને ભેટ મોકલી
બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ અને આદિજાતિ વિસ્તાર ધરાવતા દાંતા તાલુકાના માંકડી ગામની રિહેન એચ.મહેતા વિદ્યાલય અને માંકડી પગાર કેન્દ્ર શાળાના બાળકોને ભારતીય સેવા સમુદાય ટ્રસ્ટ અને રાધે મહિલા સેવા ટ્રસ્ટ ના માધ્યમથી તેમજ સાંતલપુર તાલુકા મહિલા ભાજપ પ્રમુખ શ્રીમતી અલકાબેન પ્રજાપતિ અને પાટણ જિલ્લાના રુગનાથપુરા ગામના સરપંચ શ્રી જગદીશભાઈ પ્રજાપતિ ના સહયોગથી શાળાના જરૂરિયાત મંદ બાળકોને સુંદર મજાની શૈક્ષણિક કિટની ભેટ આપવામાં આવી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ભેટ વિદેશના સેવાભાવી બાળકોએ વર્ષ દરમિયાન પોતાની બચત બેંક માંથી બચાવેલા પૈસા નો ઉપયોગ કરી પોતાના માટે જે ખરીદતા તેવી જ વસ્તુ ભારત દેશના ગરીબ બાળકોને પોતાના મિત્ર ગણી તેમણે શૈક્ષણિક કીટ બનાવી ને દાન માં મોકલી આપેલ હતી જે શાળાના બાળકોને મળતા શાળાના આચાર્યશ્રી ડોક્ટર ડૉ. આર.કે પ્રજાપતિ એ દાતાઓનો તેમજ વિદેશી બાળકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો..
