દેશભક્તિના કાર્યક્રમ થકી રાષ્ટ્રપ્રેમનો સંદેશો વિવેકાનંદમાં શહીદો અમર રહોના નારાથી ગગન ગુંજી ઉઠ્યું
હળવદના શક્તિનગર પાસે આવેલી વિવેકાનંદ સાયન્સ એકેડમી ભણતરના જ્ઞાન સાથે રાષ્ટ્રપ્રેમના પાઠ પણ ભણવવામા આવે છે અને ભૂતકાળમાં રાષ્ટ્ર સેવા માટે અનોખો કાર્યક્રમ યોજીને સૌને દેશભક્તિના રંગે રંગી દીધા હતા ત્યારે ૨૩ માર્ચનો દિવસ ભારતીય ઈતિહાસમાં વીર સપુતોને વિરાંજલી અર્પણ કરવાનો દિવસ હોય જેથી કરીને વિવેકાનંદ સાયન્સ એકેડમી ખાતે વીર ભગતસિંહ, વીર સુખદેવ અને વીર રાજ્યગુરૂના બલિદાનને યાદ કરીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આઝાદીના લડવૈયા વીર ભગતસિંહ,વીર રાજ્યગુરુ,વીર સુખદેવને અંગ્રેજો દ્વારા ૨૩ માર્ચે ફાંસી આપવામાં આવી હતી અને ત્રણેય નવયુવાનોએ ભારત દેશને આઝાદી અપાવવા અને દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે હસતા મોઢે ફાંસીના માંચડે ચડી ગયા હતા ત્યારે આવા વીર સપુતોની યાદમાં શક્તિ નગર પાસે આવેલી વિવેકાનંદ સાયન્સ એકેડમી ખાતે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના ઊભી થાય તે હેતુથી વીરોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી તો કેમ્પસ ડાયરેક્ટર મહેન્દ્રસિંહ પઢીયાર દ્વારા વિદ્યાર્થીઓને દેશભક્તિ વિશે સમજ આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છેકે ભુતકાળમાં મિશન મેરી મિટ્ટી જેવા દેશભક્તિના કાર્યક્રમો વિવેકાનંદ સાયન્સ એકેડમી દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં એકત્રિત થયેલી તમામ ધનરાશી દેશસેવા માટે સમર્પિત કરી હતી તો વિવેકાનંદ સાયન્સ એકેડેમીમાં વિદ્યાર્થીઓને ભણતરની સાથે સાથે તહેવારોનું મૂલ્ય સમજાય તેમજ દેશભક્ત નાગરિકો ઊભા થાય તે હેતુથી દરેક તહેવારની પણ વિશેષ ઉજવણી કરવામાં આવતી હોય છે.