તા.૨૮ માં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ભારતી આશ્રમ ખાતે હાજરી સાધુ સંતો ને મળશે
ભારતી આશ્રમ ખાતે આશ્રમના મહંત શ્રી હરિહરાનંદ ભારતીજી મહારાજ ના સાનિધ્ય સતત પાંચ દિવસ સુધી પાંચ દિવસીય ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે.આ પાંચ દિવસીય કાર્યક્રમ માં સમગ્ર ભારતમાંથી તપસ્વી અને પૂજનીય સંતો-મહંતો ઉપસ્થિત રહેશે જેમાં આચાર્ય મહામંડલેશ્વર જુના પીઠાધીશ્વર શ્રી અવધેશાનંદ ગીરીજી મહારાજ ,મહંત હરીગીરી જી મહારાજ ,પ્રથમ મહિલા પીઠાધિશ્વર જયશ્રી જયશ્રીકાનંદ માતાજી, મહામંડલેશ્વર મહેન્દ્ર ગીરીજી મહારાજ,સભાપતિ ઉમાશંકર ભાથીજી મહારાજ વર્તમાન સભાપતિ પ્રેમ ભારતીજી મહારાજ ,ભવનાથ ગિરનાર ક્ષેત્રના વરિષ્ઠ સંતો મહંતો અને અધ્યક્ષ ઇન્દ્રભારતી જી સભાપતિ અગ્નિ અખાડાના મુક્તાનંદ જી મહારાજ ,યોગી શ્રી શેરનાથબાપુ , જૂના અખાડાના પીઠા અધિકારીઓ તથા સંતો મહંતો દેહાણ જગ્યા ના સંતો, મહંતો પરબ ધામ, પાળીયાદ ,સતાધાર તોરણીયા, દુધરેજ ,વડવાળા વગેરે ઉપસ્થિત રહેશે. શિવરાત્રી મેળાનો પ્રારંભ સાથે ભજન,ભોજન ભક્તિ નો ત્રિવેણી સંગમ યોજાશે .તા.૨૬ ના રોજ યજ્ઞનો પ્રારંભ થશે અને તા,27 ના રોજ ભવ્ય ધર્મસભાનું આયોજન કરવામાં આવેલ છે . જેમાં તપસ્વી અને પૂજનીય સંતો ઉપસ્થિત રહી સભામાં અભિવૃદ્ધિ કરશે વિશેષ કાર્યક્રમ તારીખ 28 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ભવિષ્ય સંતોની ઉપસ્થિતિમાં પૂજ્ય બ્રહ્મલીન ભારતી બાપુ ની સમાધિ મંદિરની મૂર્તિઓ ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવશે તેમજ ભારતથી પધારેલા સંતોના સાનિધ્યમાં સોડશી ભંડારાનું આયોજન અને પૂજન કરવામાં આવશે આ પાંચ દિવસના કાર્યક્રમ દરમિયાન ભારતી આશ્રમ ખાતે નામી-અનામી કલાકારો દ્વારા ભવ્ય સંતવાણી ભાવિક ભરતીઓ માટે પીરસવામાં આવશે…યજ્ઞ મહોત્સવ સાધુ-સંતોની ભવ્ય ધર્મસભા ભારતી બાપુ ની સમાધિ મંદિર નું પૂજન ભારતી બાપુ ની મૂર્તિ અને પૂજ્ય ભારતી બાપુ નો ભંડારો કાર્યક્રમો પાંચ દિવસ દરમિયાન યોજાશે જે પાંચ દિવસના કાર્યક્રમ માં પધારવા માટે ભારતી આશ્રમના મહંત શ્રી હરિહરાનંદજી બાપુ દ્વારા સૌ ભાવિક ભક્તોને ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.