સોમવારે રાત્રે ૯ વાગ્યાની આસપાસ આ ત્રણેયનું સર્વર ડાઉન થયું હતું. સવારે ૪ વાગ્યા ની આસપાસ સમસ્યા નો ઉકેલ આવી જતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વ્હોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ના સર્વર વિશ્વભરમાં ફરી રાબેતાં મુજબ શરુ થઈ ગયા.
સર્વર ડાઉન થવાને કારણે ફેસબૂક, વ્હોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ એપ્સ ૬ કલાક બંધ રહી. એપ્સ બંધ રહેવાને કારણે માર્ક ઝકરબર્ગને 52 હજાર કરોડનું નુકસાન થઇ ગયું. આ સમસ્યા થવા બદલ માર્ક ઝકરબર્ગે સોરી પણ કહ્યું હતું.
ફેસબૂક, વ્હોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામની સેવાઓ ઠપ્પ થઇ જતા ભારતના અંદાજિત 53 કરોડ વ્હોટ્સએપ યુઝર્સ, 41 કરોડ ફેસબૂક યુઝર્સ, 21 કરોડ ઇન્સ્ટાગ્રામ યુઝર્સ થયા હતા પ્રભાવિત. હાલ આ ત્રણેય એપ્સની સેવાઓ પહેલાની જેમ જ શરૂ થઇ ગઈ છે.
DNS (Domain Name System)માં અડચણ થવાને કારણે આ સમસ્યાનું કારણ હોઈ શકે છે. જો કે આ વિશે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.