વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા રાજકોટ જામનગર હાઇવે પર ખંઢેરી સ્ટેડિયમ સામે આવેલી શ્રી જી ગૌ શાળા ખાતે સૌરાષ્ટ્ર પ્રાંત ની બેઠક નું આયોજન કરાયું હતું. જેમાં જામનગર બજરંગ દળના નવનિયુક્ત જવાબદારોની નિમણુંક કરવામાં આવી હતી.
જામનગર જીલ્લા (ગ્રામ્ય)ના બજરંગ દળ સંયોજક તરીકે સંજયસિંહ જીતુભા કંચવા, જામનગર જિલ્લા ગ્રામ્યના બજરંગ દળ બલોપાસના કેન્દ્ર પ્રમુખ તરીકે પારસસિંહ વાળા, બજરંગ દળ જામનગર મહાનગરના સુરક્ષા પ્રમુખ તરીકે દિલીપસિંહ ગુલાબસંગ ચૌહાણ, બજરંગ દળ જામનગર મહાનગરના વિદ્યાર્થી પ્રમુખ તરીકે દિવ્યભાઈ વિમલભાઈ નંદા, જામનગર જિલ્લા ગ્રામ્યના બજરંગ દળ સુરક્ષા પ્રમુખ તરીકે અજયસિંહ જાદવ, જામનગર જિલ્લા ગ્રામ્યના બજરંગ દળ, ગૌરક્ષક પ્રમુખ તરીકે કુલદીપસિંહ અમરસંગ પીંગળ ની નિમણૂક થયેલ છે.