Samay Sandesh News
ગુજરાતજુનાગઢટોપ ન્યૂઝ

વિસાવદર તાલુકા ના ગોરખપરા ગામે નટવર પુરા ગૌશાળા મા પશુ ધનની કફોડી હાલત

વિસાવદર તાલુકાના ગોરખપરા મા આવેલ નટવર પુરા ગૌશાળા મા ગૌમાત ની પરિસ્થિતિ ખરાબ હાલતમાં હોય તેવા મતલબ નુ વિસાવદર ગૌવરક્ષક સમિતિ દ્વારા એક આવેદન વિસાવદર મામલતદાર ને આપેલ ત્યારે મીડિયા દ્વારા સ્થળ ઉપર જઈને તપાસ કરતા હકીકત મા ગાયો ની હાલત દયનીય જોવા મળી હતી ગાયોને ટાઈમ સર વ્યવસ્થાપક દ્વારા પૂરતો ઘાસ ચારો આપવામાં આવતો નથી .કોઈપણ જાતનું પશુદાણ પણ આપવામાં આવતું નથી .તોકતે વાવાજોડું આવ્યું ત્યારે ગાયો માટે બનાવેલ પતરાનો સેડ છે તે પણ પડી ગયેલ હોય વાવાજોડા બાદ તે સેડ ઉપર આજદિન સુધી પતરા નાખેલ નહોય ગાય માટે જે ઘાસ ચારો નાખવાની ગમાણ હોય તેમાં ઘાસ ચારને બદલે ધૂળ ભરેલ હતી .ત્યાં વિઝીટ મા આવેલ પશુ ડોક્ટર કોટડીયા દ્વારા જણાવેલ કે હાલમાં અહીંની ગૌશાળા મા નાના મોટા થઈને 127 પશુધન છે અને આ પશુંધન કુપોષણ ને હિસાબે બીમાર પડે છે. જો તેને ટાઈમ સર લીલો અને સૂકોઘાસ ચારો મળે તો જ આ ગાય માતા જીવિત રહે નહિતર કુપોષણ ને હિસાબે ગાય માતાને બચાવવી મુશ્કેલ છે .ગામ લોકો દ્વારા જણાવેલ કે જયારે નટવર પુરા ગોવશાળા ચાલુ થયેલ ત્યારે ગોવશાળા મા 231 ગાય માતા હતી .અને અત્યારે માત્ર 127 ગૌ માતા બચી હોય ત્યારે ગૌ પ્રેમીઓ દ્વારા વિસાવદર પ્રાંત અધિકારી તેમજ મામલતદાર ને વહેલી તકે નટવરપુરા ગોવશાળા ની ગાય માતને અન્ય ગોવશાળા મા સ્થણતર કરે તેવી માંગ સાથે રજુવાત કરેલ છે. ગૌ પ્રેમી દ્વારા જણાવેલ કે અવાર નવાર રજુવાત કરવા છતા કોઈ નકર પગલાં ભરેલ નથી.વિસાવદર પ્રાંત અધિકારી તેમજ મામલતદાર દ્વારા વહેલી તકે ગાયને ગૌશાળા માંથી બીજી અન્ય જગ્યા ની ગૌશાળા મા સ્થળતર કરે તેવી લોક માંગ ઉઠવા પામીછે

Related posts

ધોરાજી પોલીસે ઈંગ્લીશ દારૂની 35 બોટલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા

samaysandeshnews

સુરત માં સોસાયટીની દિવાલો પર પેઇન્ટીંગ માટે સ્પર્ધા યોજાશે, પ્રથમ વિજેતાને રૂ.1 લાખ ઇનામ

samaysandeshnews

શિક્ષણ: જામનગરની શ્રી એસ.વી.એમ. સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો

cradmin

Leave a Comment

error: Content is protected !!