વિસાવદર થી ૧ વર્ષ થી પ્રોહીબીશન ના ગુન્હા મા નાસતા ફરતા આરોપી પકડી પાડતી જૂનાગઢ પેરોલ ફર્લૉ સ્કોડ
મહાપોલીસ મહાનિદેશક અને સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વે ગાંધીનગરની સુચના અનુસાર રાજય મા પેરોલ પર છુટેલ ભાગેડુ આરોપીઓ ,વચગાળાના જામીન પર મુક્ત ફરાર આરોપી નાસતા ફરતા આરોપી ને પકડવા સમગ્ર રાજ્ય મા વધુ મા વધુ આરોપી ઓ પકડવા જણાવેલ જે અન્વયે જૂનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધીક્ષક રવીતેજા વાસમશેટ્ટીની સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લા મા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ સારૂ ગુન્હા ના કામે ના નાસતા ફરતા આરોપીઓ તેમજ જેલ ફરારી આરોપી ઓને શોધી કાઢવા ખાસ પેરોલ ફર્લૉ સ્કોડ ને તેમજ જીલ્લા પોલીસ તંત્રને કામગીરી અસરકારક કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ એચ.આઇ.ભાટી પેરોલ ફર્લૉ સ્કોડ ના પી.એસ.આઈ.એસ.એન.ક્ષત્રિય એ.એસ.આઇ.પ્રદીપભાઈ ગોહેલ તથા પો. હેડ કોન્સ્ટેબલ સંજયભાઇ વઘેરા પો.કોન્સ દીનેશ ભાઇ છૈયા પો. કોન્સ. સંજયભાઇ ખોડભાયા એ રીતેનો સ્ટાફ નાસતા ફરતા આરોપી ને શોધવા સારૂ જૂનાગઢ જિલ્લામાં વિસ્તાર માં પેટ્રોલીંગ માં હતા બાતમી રાહે હકીકત મળેલ કે વિસાવદર પો સ્ટે. પ્રોહીબ્રિશન ના ગુન્હા માં છેલ્લા ૧ વર્ષ થી નાસતો ફરતો આરોપી મિતેષ હરસુખભાઇ ભેસાણયા જે આરોપી પોલીસ ની પકડ થી છુંટવા અલગ અલગ શહેરો માં આશરો લઇ રહેતો હતો ખાનગી રાહે હકીકત મળેલ કે આ કામનો આરોપી સુરત મા આવેલ કામરેજ આનંદવાટીકા રેસીડેન્સી મા રહે છે અને મજુરી કામ કરે છે તેવી હકીકત મળતા સુરત મુકામે જઇ વોચ તપાસ માં રહેતા મજકુર આરોપી શેખપુર વેલંજા વિસ્તારમાથી મળી આવતા તેને પકડી સદર ગુન્હા બાબતે પૂછપરછ કરતા પોતે ગુન્હો કરેલા ની કબૂલાત કરતો હોય જેથી તેને હસ્તગત કરી જૂનાગઢ લાવી કાયદેસર ની કાર્યવાહી કરવા સારૂ વિસાવદર પોલીસ સ્ટેશન ને સોપી આપવામાં આવેલ છે