Samay Sandesh News
ગુજરાતરાજકોટ

વીરપુરમાં નવનિર્મિત બસ સ્ટેન્ડના ભ્રષ્ટાચાર હોવાની રાવ

બાંધકામમાં રેતીને બદલે વપરાઇ છે દરિયાઇ માટી: નબળી ગુણવત્તાનો માલ વપરાતો હોવાની આગેવાનોએ રાવ કરી

સરકારી બાંધકામોના કામોમાં નબળા અને ભ્રષ્ટાચારની ફરિયાદ હંમેશા રહેતી હોય છે ત્યારે આવી જ ફરિયાદ રાજકોટ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરના એસટી બસ સ્ટેન્ડના બાંધકામમાં ઉઠી છે કે જ્યાં હજારો યાત્રાળુઓ પૂજ્ય જલારામ બાપાની જગ્યામાં દર્શન કરવા આવવા જવા માટે એસટી બસમાં મુસાફરી કરતા હોય છે તેમજ એસટીમાં વીરપુર તેમજ આજુબાજુના 22 થઇ 25 ગામના વિદ્યાર્થીઓ પણ સ્કૂલ કોલેજ જવા આવવા માટે બસ સ્ટેન્ડમાં આવતા હોય છે.

યાત્રાધામ વીરપુરમાં ગુજરાત એસટી વિભાગનું નવું બસ સ્ટેન્ડ રૂપિયા 2.96 કરોડની માતબર રકમના ખર્ચે બની રહ્યું છે અને નવા બની રહેલા બસ સ્ટેન્ડના બાંધકામમાં કોન્ટ્રાક્ટરો બાંધકામ ખુબ જ નબળું થતું હોવાની ફરિયાદ ઉઠી છે, જે કામ થઈ રહ્યું છે ત્યાં જે માલ અને મટિરિયલ વાપરવામાં આવી રહ્યું છે તે નબળી ગુણવત્તાનું વાપરવામાં આવી રહ્યું હોય તેવી ફરિયાદ ઉઠી છે, અહીં જે બાંધકામમાં ભોગાવો રેતી વાપરવા માં આવે છે તે ભોગાવો રેતી નહિ પરંતુ દરીયાની ધૂળ વાપરવામાં આવે છે જેને કારણે બાંધકામમાં અનેક જગ્યાએ દરિયાઈ મીઠાના ક્ષાર લાગી ગયા છે

ક્ષાર લાગવાના કારણે ચણતર તેમજ પ્લાસ્ટર નબળું થઈ રહ્યું છે તો સાથે સાથે સિમેન્ટ અને લોખંડ પણ યોગ્ય માત્રામાં વાપરવામાં આવતું ન હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે ,જે RRCC કામ કરવામાં આવી રહ્યું છે તેમા પણ અત્યારથી જ લોખંડની ખિલાસરી બહાર જોવા મળે છે, જે જોતા RRCC કામ પણ નબળું થતું હોવાનું જોવા મળે છે,જેમને લઈને સ્થાનિક આગેવાનો દ્વારા સરકારમાં તમામ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી છે આમ છતાં પણ કોન્ટ્રાક્ટરો દ્વારા ગેરનીતિ તથા ભ્રષ્ટાચાર થતો હોવાથી ચાલી રહેલા કામની જગ્યા ઉપર કોઈ ઈજનેર કે યોગ્ય વ્યક્તિ પણ કામની દેખરેખ માટે જોવા મળેલા ન હતા જેમને લઈને આ બાબતે સરકાર યોગ્ય કરે અને કામની ગુણવતા સુધારે તેવી સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

Related posts

લાલપુર માં વકીલને ઘમકી આપવામાં આવતા લાલપુર પોલીસ મથકે ફરીયાદ નોંઘાવવામાં આવી

samaysandeshnews

ધંધુકા હત્યા કેસમાં આરોપી મૌલાના રિમાન્ડ પર, થયા ચોકાવનારા ખુલાસા

samaysandeshnews

જેતપુરના કાગવડ ખોડલધામમાં ગુજરાત ભાજપ પ્રેદેશ પ્રમુખની ઓચિંતી મુલાકાત

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!