- આજના આધુનિક યુગમાં પણ સ્ત્રીઓ માટે આગળ વધી પોતાનો સ્થાન બનાવવું એક પડકાર છે.
આમ છતાં આ પડકારો ને જીલી ની પણ રાજકીય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે આગળ વધી છે. અને દરેક ક્ષેત્રે સ્ત્રીઓ પોતાની આવડતના પરચમ લહેરાવી રહી છે. આજે મહિલા ડોક્ટર, એન્જીનિયર, વકીલ, જજ, કલેકટર, ડેપ્યુટી કલેકટર, પોલીસ, પાયલેટ તેમજ આર્મી માં પણ મહિલાઓ છે. અને નારી એક શક્તિ છે જે સાબિત કરી દીધું છે. “મહિલા હોવાનું અમને ગર્વ છે.” ના નાદ સાથે ઉત્સાહ ભેર વેરાવળ ના ડેપ્યુટી કલેકટર શ્રી એસ.ઝણકાત મેડમ ની કામગીરી થી પ્રભાવિત થઇ તેઓનું ફૂલ હાર તેમજ મોમેન્ટો આપી સન્માન કરી અને મીઠું મોઢું કરવામાં આવેલ.
જેમાં વેરાવળ બાર કાઉન્સિલ ના મહિલા એડ્વોકેટેસ માં ઉષાબેન કુસકીયા, સપનાબેન શીંગાળા, અમૃતાબેન અખિયાં, પ્રવિણાબેન લશ્કરી, જિજ્ઞાસાબેન રાવલ, ભાવિશાબેન અપારનાથી, શારદાબેન કુસકીયા, હીનાબેન મોરધાની વિગેરે એ હાજર રહી સન્માન કરેલ.