શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી પર કોર્ટનો નિર્ણય આવી ગયો છે જે બોલીવુડ સુપરસ્ટાર માટે મોટા ઝટકા સમાન છે. અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની સાથે મુંબઈ સ્પેશિયલ કોર્ટે ફરી એકવાર આર્યન ખાનની જામીન અરજી ફગાવી દીધી છે. આર્યન ખાન અને અન્ય 7 લોકોની મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં 3 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન 18 દિવસ જેલમાં વિતાવી ચૂક્યો છે હાલમાં તે આર્થર રોડ જેલમાં બંધ છે. સ્પેશિયલ મુંબઈ કોર્ટે છેલ્લી સુનાવણી દરમિયાન આર્યન ખાનની જામીન અરજી પર પોતાનો ઓર્ડર અનામત રાખ્યો હતો અને આજ માટે ઓર્ડર અનામત રાખ્યો હતો. કોર્ડેલિયા ક્રૂઝ જહાજ પર દરોડા બાદ આરસીયાન ખાન અને અરબાઝ મર્ચન્ટ સહિત 7 અન્યની એનસીબીએ ધરપકડ કરી હતી. ડ્રગ્સ કેસમાં આર્યનની જામીન અરજી પર 14 ઓક્ટોબરના રોજ સેશન્સ કોર્ટમાં જજે વકીલોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો.
previous post