શ્રી આરબલુસ પ્રાથમિક શાળામાં દીક્ષાંત સમારંભ તેમજ વાર્ષિકોત્સવ કાર્યક્રમ તા કરવામાં આયોજન કરવામાં આવ્યું.જેમાં શાળા પરિવાર દ્વારા તેમજ દાતાશ્રીઓ દ્વારા બાળકોને સન્માન કરવામાં આવ્યું હતું.આ તકે શાળામાં વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ તેમજ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં વિવિધ કક્ષાએ શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ તકે શાળામાં ડાયેટના સિ.લેક્ચરર ડો.સુરભીબેન પંડ્યા ઉપસ્થિત રહી બાળકોને માર્ગદર્શન આપેલ,બીઆરસી યશપાલસિંહ જાડેજા,સીઆરસી વંદનાબેન જાની,જેનીસભાઈ,ઉપસ્થિત રહી બાળકોને શુભકામના આપેલ,આ તકે શાળાના દાતાશ્રી રૂપેશભાઈ શાહ(સ્વ. પરબત પોપટ શાહ) તરફથી તેમજ કપૂરચંદ નાયાલાલ શાહ દ્વારા બાળકોને ઈનામ વિતરણ કરવામાં આવેલ.
આ તકે ગ્રામ પંચાયત સરપંચશ્રી,શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, લાલપુર ગ્રામ પંચાયતના સરપંચ અને શાળાના દાતાશ્રી જયેશભાઈ તેરૈયા પણ ખાસ ઉપસ્થિત રહેલ.કિરીટસિંહ,વિક્રમસિંહ પણ બાળકોને પ્રોત્સાહન આપેલ આ તકે શાળાના આચાર્યશ્રી જીગ્નેશભાઈ પંડ્યા દ્વારા તમામ નો આભાર દર્શન કરવામાં આવેલ.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેશવજીભાઇ તેમજ દિનેશભાઈ દ્વારા કરવામાં આવેલ ….