શ્રી દક્ષિણ મહારાષ્ટ્ર ગોવા ઝોન સમાજની 37 મી કારોબારી સભા આજ રોજે 20-03-22ના સવારના 9-00 કલાકે ફોડા ગોવા મુકામે ઝોન પ્રમુખશ્રી પુરષોત્તમભાઈ રૂડાણીના અધ્યક્ષ સ્થાને મળેલ હતીસૌ પ્રથમ સવારના ફોડા સમાજની બલિકાઓએ ઝોન સમાજના સૌ સભ્યોને તિલક -સ્નેહબંધ સાથે સ્વાગત બાદ સભા હોલમાં સ્થાન ગ્રહણઝોન સમાજના હોદ્દેદાર વડીલો દ્વારા મા ઉમિયા અને ઇષ્ટદેવના દીપ પ્રાગટય… સાથે આજની મિટિંગની શરૂઆતફોડા સમાજની બલિકાઓ દ્વારા ભાવગીત સાથે સૌનું સુ સ્વાગતમ્
ફોન્ડા સમાજના સભ્યો દ્વારા ઉપસ્થિત સૌ ઝોન સભ્યોના પુષ્પગુચ્છ અને સંભારણા સાથે સૌનું ભાવભર્યું સ્વાગત
ફોન્ડા સમાજના પ્રમુખશ્રી વિનોદભાઈ દ્વારા ફોડા સમાજના ઇતિહાસ સાથે ઝોન સમાજનો આજની મિટિંગના આયોજનનો અવસર આપેલ તે બદલ આવકાર સાથે ઉપસ્થિત સૌનું અભિનંદન
ગત 9-08-2021ની મિટિંગની મિનિટ્સ નું વાંચન મંત્રી કાંતિભાઈ રામાણી દ્વારા સાથે બહાલી મેળવેલ
ઝોન સમાજના ખજાનચી દેવજીભાઈ પોકાર દ્વારા હિસાબ કિતાબની રજુઆત અને બહાલી
મહામંત્રી દ્વારા આવેલ પત્રોનું વાંચન અને પ્રમુખશ્રી દ્વારા તેમના ખુલાસાઓ સાથે સભાને અવગત.
શ્રી સમાજના ભૂમિદાન માટે ઝોન સમાજ માંથી આપવામાં આવેલ દાન બદલ માહિતી અને શ્રી સમાજ પાસેથી ઝોન સમાજના જરૂરિયાત મંદ સમાજોને આપવામાં આવેલ લૉન બાબતે મંત્રી ખીમજીભાઈ દ્વારા માહિતી આપવામાં આવેલ
ગત શ્રી સમાજની પ્રથમ કાર્યશાળા અને કારોબારી સભા નારોડની વિષતૃત માહિતી ઝોન સલાહકાર અને કેન્દ્રીય સમાજના ન્યાય સમિતિના ચેરમેન મનુભાઈ નાકરાણી દ્વારા આપવામાં આવેલ
DMG રિજિયનનો અહેવાલ રિજિયનના Ipp દિનેશભાઇ રૂડાણીએ અત્યાર સુધીમાં થીમ આધારિત થયેલ કાર્યક્રમનો અહેવાલ આપેલ
કેન્દ્રીય મહિલા સંઘનો અહેવાલ શ્રીમતી યશોદાબેને આપેલ હતો
ત્યાર બાદ સ્થાનિક ફોડા મહિલા સંઘનો અહેવાલ વિમળાબેને અને યુવતી મંડળનો અહેવાલ નયનાબેને સચોટ આપેલ
ત્યાર બાદ શ્રી સમાજના અહેવાલ આપતાં ટ્રસ્ટી ચેરમેન ગોપાલભાઈએ જણાવેલ કે સમાજની ભુજ મુકામે જે જમીન લેવામાં આવેલ છે તે માટે દરેક સમાજો અને વ્યક્તિગત રીતે આપ આ ભૂમિદાનમાં યથા યોગ્ય દાન આપી આ મહા યજ્ઞ માં સહભાગી બનશો તેવી આપેક્ષા સાથે DMG ઝોન સમાજને વિનંતી કરવામાં આવેલ.
ત્યાર બાદ DMG ઝોન સમાજની 12 ઘટક સમાજોના અહેવાલ લેવામાં આવેલ
ઝોન સમાજના Ipp રતીલાલભાઈ સાંખલાએ હાલના સમયમાં સમાજની સમસ્યાઓ બાબતે જરૂરી માર્ગદર્શન અને આશીર્વાદ આપેલ
ત્યાર બાદ ખુલા ચર્ચા સત્રમાં સમાજ વિકાસ બાબતે ઉપસ્થિત સભ્યોએ પોતાના વિચારો આપેલ અને ઝોન સમાજના વિકાસ માટે સૌ કટિબદ્ધ બન્યા
છેલ્લે સ્થાનિક સમાજના પ્રમુખશ્રી વિનોદભાઈએ આજની આ ઝોન સમાજની કારોબારી મિટિંગનું આયોજન અમારે આંગણે કરી અમારી ફોડા સમાજને ઝોન સમાજની સેવા કરવાનો અવસર આપેલ અને સમાજ વિકાસ કાર્યમાં અમોને અવસર આપેલ તે બદલ ઝોન સમાજનો ખૂબ ખૂબ આભાર
છેલ્લે ઝોન સમાજના પ્રમુખશ્રી પુરષોત્તમભાઈએ પોતાના ઉદબોધન માં જણાવેલ કે આજની આ મિટિંગ નું સુંદર આયોજન બદલ ફોડા સમાજની ત્રણેય પાંખોનો DMG ઝોન સમાજને ખૂબ ખૂબ અભિનંદન સાથે સુભેચ્છાઓ
ઝોન સમાજના PRO ઈશ્વરભાઈ રૂડાણી દ્વારા ઉપસ્થિત સૌ સભ્યોનો અને ફોડા સમાજનો આભાર માનેલ
છેલ્લે મા ઉમિયા અને ઇષ્ટદેવના જયગોષ સાથે રાષ્ટ્રગીત બોલાવીને આજની મિટિંગ 2-20pm વાગે પૂર્ણ થયેલ હતી