Samay Sandesh News
જામનગરપાટણ

સમરસ ગ્રામ પંચાયત મીઠીવાવડી ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજાના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રી સભા

  • ગ્રામ પંચાયતના તમામ મહિલા સભ્યો, સરપંચશ્રી અને તલાટીશ્રીને રસીકરણની કામગીરીને વધુ વેગવાન બનાવવા અપીલ
  • જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા ઈ-શ્રમ કાર્ડ, વતનપ્રેમ યોજના સહિતની યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી

પાટણ જિલ્લામાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ક્લીન ઇન્ડિયા મૂવમેન્ટ, કોરોના સામે પ્રતિકાર માટે રસીકરણ તેમજ સરકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડવા જિલ્લા વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ છે ત્યારે પાટણ તાલુકાના મીઠીવાવડી ગામે જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજાના અધ્યક્ષસ્થાને રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું હતુ.

રાત્રી ગ્રામસભામાં ગ્રામજનોને પ્રથમ અને નિયત સમયે બીજા ડોઝનું સો ટકા રસીકરણ પૂર્ણ કરવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ અનુરોધ કર્યો હતો. મીઠી વાવડી ગામ મહિલા સમરસ ગામ છે અને સરપંચ પણ મહિલા છે, પંચાયતના તમામ સભ્યો પણ મહિલા છે તથા તલાટીશ્રી પણ મહિલા છે ત્યારે ગામના વિકાસમાં મહિલાઓ આગળ આવી છે તેને અભિનંદન આપી રસીકરણમાં પણ લીડરશીપ લેવા અનુરોધ કર્યો હતો. સૌનો સાથ સૌનો વિકાસ થકી તાલુકાના અન્ય ગામોને પ્રેરણા પૂરી પાડવા દિશાલક્ષી કામગીરી કરવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ અપીલ કરી હતી.

ગ્રામસભામાં યોજનાકીય માહિતી આપતાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ અસંગઠિત કામદારો માટે ઈ-શ્રમ કાર્ડ કાઢવા માટે ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઈ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે યોજનાની માહિતી આપી તેના ફાયદા જણાવી ગામના તમામ અસંગઠિત કામદારો આ યોજનાનો અવશ્ય લાભ લે અને પોતાની નોંધણી કરાવે તે માટે અનુરોધ કર્યો હતો. આ તબક્કે જિલ્લા વિકાસ અધિકારીશ્રીના હસ્તે લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ વતન પ્રેમ યોજનાની માહિતી આપી દાતાશ્રીઓને ગામના વિકાસ માટે આગળ આવવા અનુરોધ કર્યો હતો. રાત્રી ગ્રામ સભામાં જિલ્લા પંચાયત સદસ્યશ્રી સંદીપભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓશ્રીએ આયુષ્માન કાર્ડ માટે ફરીથી કેમ્પ રાખવામાં આવશે તેમ જણાવી દરેકને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

ગ્રામસભામાં સરપંચશ્રી દ્વારા ગામના વિકાસની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી અને આગામી સમયમાં ગૌચર ડેવલોપમેન્ટ, પ્લોટ ફાળવણી સહિત વિકાસનું આયોજન રજુ કરી વહીવટી તંત્રનો સહકાર મળે તે માટે અપીલ કરી હતી. આગામી સમયમાં પણ સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ તેમજ વિકાસ માટે મળતી ગ્રાન્ટના ઉપયોગ અને લોકભાગીદારીથી મીઠીવાવડી ગામ વિકાસની હરણફાળ ભરશે તેવી આશા સરપંચશ્રી અને ગામના આગેવાનો દ્વારા વ્યક્ત કરી હતી.

ગ્રામસભામાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી શૈલેષભાઈ પટેલ, મામલતદાર સુશ્રી ચાર્મીબેન પટેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી અરવિંદભાઈ પ્રજાપતિ સહિત તાલુકા પંચાયતનો સ્ટાફ, આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડી કાર્યકરશ્રીઓ, વિસ્તરણ અધિકારીશ્રી ઘનશ્યામભાઈ, ગ્રામસેવકશ્રી રાજુભાઈ ઠાકોર, તલાટીશ્રી ડિમ્પલબેન જાની સહિત મોટી સંખ્યામાં અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Paten: વઢિયાર પંથકના બાસ્પામાં મહર્ષિ દયાનંદ વિજ્ઞાન કોલેજનો રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં શુભારંભ

samaysandeshnews

સંગઠનને સશક્ત કરવામાં જેમનું મહામૂલું યોગદાન છે

samaysandeshnews

જામનગર : શ્રી એમ.પી.શાહ મેડિકલ કોલેજ જામનગર ખાતે “વર્લ્ડ હેલ્થ ડે” ની ઉજવણી કરાઈ.

cradmin

Leave a Comment

error: Content is protected !!