Samay Sandesh News
ગુજરાતજામનગર

સાંસદ શ્રી પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા-લીડ બેંક દ્વારા જામનગરમાં મેગા ક્રેડિટ આઉટરીચ કેમ્પ યોજાયો

૧૪ બેંકો દ્વારા ૪૧.૭૭ કરોડની ૧,૩૯૦ લોન મંજૂર કરી વિતરણ કરાયું

નાના ઉદ્યોગોને વધુ સક્ષમ બનાવવા સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત લોન અપાતા લઘુ વ્યાપારીઓને સરકારનો સાથ પ્રાપ્ત થયો છે.

જામનગર તા. ૨૯ ઓક્ટોબર, સાંસદ શ્રી પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને તા.૨૮/૧૦/૨૦૨૧ ના રોજ ટાઉનહોલ,જામનગર ખાતે ભારત સરકારની લીડ બેંક જામનગર દ્વારા મેગા ક્રેડિટ આઉટરીચ કેમ્પનું આયોજન કરાયું હતું. ક્રેડિટ આઉટરીચ કેમ્પમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના વડપણ હેઠળ પી.એમ.એમ.વાય, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, મુદ્રા લોન, પી.એમ.ઇ.જી.પી., એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ વગેરે સરકારી યોજનાઓ અંતર્ગત કુલ ૧૪ બેંકો (એસ.બી.આઈ., યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, કેનેરા બેન્ક, આઇ.ડી.બી.આઇ. બેંક, સી.બી.આઇ.,પી.એન.બી. આર.એસ.ઇ.ટી.આઈ વગેરે દ્વારા ૧,૩૯૦ લોન અરજીઓ ગ્રાહ્ય રાખી કુલ ૪૧.૭૭ કરોડ રૂપિયાની ધિરાણ મંજૂર કરી સાંસદશ્રી તથા મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના સમયમાં નાના ઉદ્યોગો અને લઘુ વેપારીઓને માઠી અસરો પહોંચી છે.

ત્યારે કેન્દ્ર અને રાજ્યની સરકાર દ્વારા તમામ બેંકોને લઘુ વેપારીઓ અને ઉદ્યોગને ફરીથી સશક્ત બનાવવા માટે ઝડપભેર લોન આપવા માટે નિર્દેશ આપવામાં આવ્યા હતા. સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત લોન અપાતા લઘુ વ્યાપારીઓને સરકારનો સાથ મળ્યો છે. બેંકોના કામ લોકોના જીવન અને આર્થિક વ્યવહાર સરળ અને સુગમ બનાવવા માટે ધિરાણ વધારવાનું અને વિભિન્ન સરકારી યોજનાઓનું ત્વરિત અમલીકરણ કરે એ જરૂરી છે. લોકોને સરકાર દ્વારા જાહેર કરાયેલ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમા યોજના, અટલ પેંશન યોજના જેવી યોજનાઓનો લાભ લોકોને સમજાવીને લેવા પ્રેરિત કરવા જોઈએ.

આ કેમ્પમાં વિવિધ બેંકનાં સ્ટોલ વચ્ચે બેસ્ટ સ્ટોલ સ્પર્ધા યોજાઇ હતી, જેમાં બેંક.ઓફ.બરોડાનો સ્ટોલ વિજેતા બન્યો હતો, જેમને ટ્રોફી એનાયત કરવામાં આવેલ હતી. આ મેગા ક્રેડિટ આઉટરીચ કેમ્પના શુભારંભ કાર્યક્રમમાં મેયરશ્રી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઇ ચનીયારા, શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, મહામંત્રીશ્રી મેરામણભાઈ ભાટુ, ગોપાલભાઇ સોરઠીયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી બિપેન્દ્રસિંહ જાડેજા, એ.પી.એમ.સી. જામનગરના પ્રેસિડેન્ટ શ્રી  પ્રવિણસિંહ ઝાલા, એસ.બી.આઈ.ના રાજકોટ મોડ્યુલ ડીજીએમ શ્રી વિનોદ અરોરા, બેન્ક ઓફ ઇન્ડિયાના ડીજીએમ શ્રી અમરીંદરકુમાર, ડી.આર.ડી.એના નિયામક શ્રી રાજેન્દ્ર રાયજાદા, નાયક મ્યુનિ. કમિશનર શ્રી એ.કે.વસ્તાણી, એસ.બી.આઇ. જામનગરના એ.જી.એમશ્રી ભૂપેન્દ્ર રામાણી, લીડ બેંકના ચીફ મેનેજર શ્રી દીક્ષિત ભટ્ટ તથા ૧૨ બેંકોના અધિકારીશ્રીઓ, વિવિધ વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા
હતા.

Related posts

Crime: સુરત પોલીસે રૂ.3.27 લાખની પ્રતિબંધિત ઇ -સિગારેટના જથ્થાં સાથે એકને ઝડપ્યો

samaysandeshnews

Surat: કડોદરાની કુરિયર કંપનીનાં ગોડાઉનમાંથી ગાંજાનાં વધુ બે પાર્સલ મળ્યાં

samaysandeshnews

ધો.10નાં રિપીટર વિદ્યાર્થીનું પરિણામ 10.04 ટકા થયું જાહેર

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!