સાવલીમાં અરબી ઉર્દુ કુરાન શરીફ ની તિલાવત પ્રાપ્ત કરનાર 2 હાફિઝ ને પદવી એનાયત કરવામાં આવી
સાવલીના મદરેસામાં કુરાન શરીફ ની તિલાવત ઉર્દુ અરબીમાં જ્ઞાન પ્રાપ્ત કરનાર તાલીમાર્થીઓનો પદવીદાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં આલીમો મૌલ્લાના મૌલવીઓ સુફી સંતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સાવલીના કરચીયા રોડ પર આવેલ મદ્રેસા એ જામિયા મદાલ ઉલુમ નામની ઇસ્લામિક સંસ્થામાં કુરાન હાફીઝ થયેલ બે વિદ્યાર્થીઓનો પદવીદાન સમારંભ યોજાયો હતો ગોઠડા ગામની સીમમાં આવેલ મદ્રસએ જામિયા મદાલ ઉલ્લુમ નામની ઈસ્લામિક ધાર્મિક સંસ્થા આવેલી છે
આ સંસ્થામાં સોથી વધુ બાળકો ગુજરાતી ભણતર સાથે ઇસ્લામના વિવિધ કોર્ષમાં નિપુણતા હાસિલ કરી રહ્યા છે જેમાં મુખ્યત્વે હાફીઝ એટલે કુરાન શરીફ મોઢે ( કંઠસ્થ ) કરવું . કારી , .આલીમ , ફાઝીલ , સહિતનાં વિવિધ કોર્સમાં અભ્યાસ કરી રહ્યા છે જેમાં મુખ્યત્વે હેતુ ધાર્મિક વિવિધ વિષયોમાં નિપુણતા હાંસલ કરીને સમાજ ની અખંડિતતા એકતા અને પયગંબર સાહેબના બતાવેલા માર્ગો પર મનુષ્ય સાવલી કરચિયા રોડ પર આવેલ દારૂલ ઉલુમ માં હાફીઝ બનેલા બાળકોને પદવી દાન સમારંભ યોજાયો હતો તે માટે ઉપદેશક તરીકે ફરજ નિભાવવાની હોય છે જેના માટે આ સંસ્થામાં કેટલાક અનાય અને ગરીબ સહીતના બાળકોને મફતમાં જમવાનું રહેવાનું અને ગુજરાતી ભણતર સાથે ધાર્મિક તાલીમ આપીને સમાજમાં આદર્શ પુરુષ તરીકે રજુ કરવાનું આ સંસ્થાના સંચાલકો નો મુખ્ય હેતુ છે , જે પૈકી આજરોજ બેવિદ્યાર્થીઓએ આ હાફીઝે કુરાનની પદવી હાંસલ કરતા આજરોજ તેમનું સન્માન આ સમારંભ અને વિદાય સમારંભ યોજાયો હતો આ વેળાએ રાજ્યના નામાંકિત ઉલેમા ઓ અને સૂફી સંતોએ હાજરી આપી દુવાઓ થી નવાજવામાં આવ્યા હતા .