Samay Sandesh News
અન્યખેડા (નડિયાદ)ગીર સોમનાથગુજરાતજુનાગઢદાહોદનર્મદા (રાજપીપલા)વલસાડસાબરકાંઠા (હિંમતનગર)

સુત્રાપાડાના કોમ્યુનિટી હોલ ખાતે ગીર સોમનાથ જિલ્લા પત્રકાર એકતા સંગઠનની બેઠક યોજાઈ

  • પ્રદેશ આઇ.ટી સેલ માં અરુણભાઈ જેબર ની નિમણુક
  • પ્રદેશ કારોબારી માટે સરદારસિંહ ચૌહાણ અને મહમદભાઈ સોરઠીયા સર્વાનુમતે પસંદ

આજે ગીર સોમનાથ જિલ્લા પત્રકાર એકતા સંગઠન ની મીટીંગ નું આયોજન સુત્રાપાડા સંગઠન નાં યજમાન પદે અને જિલ્લા અધ્યક્ષ શ્રી હેમલ ભટ્ટ નાં આયોજન થી યોજાઈ હતી..જેમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ નો પ્રારંભ પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા, ઉપ્રમુખ શ્રી ગીરવાનસિહ સરવૈયા,ભાવનગર જિલ્લા મહા મંત્રી શ્રી જલદીપ ભટ્ટ, આઇ.ટી.સેલ નાં સમીર બાવાણી તેમજ જિલ્લા નાં આગેવાનો અને ખાસ મહિલા પત્રકાર કાજલબેન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.

પ્રદેશ અગ્રણીઓ નું શાલ ઓઢાડી ફૂલહાર કરી જિલ્લા નાં ભરતભાઈ,સરદારસિંહ, જદવભાઈ,મહંમદ ભાઈ,ગીગભાઈ,રામસિંહ મોરી,રામજીભાઈ, વજેસિહ બારડ,વિગેરે એ કર્યું હતું..શાબ્દિક સ્વાગત શ્રી ભરતભાઈ,રામજીભાઈ ચાવડાએ કર્યું હતું. કાર્યક્રમ નાં પ્રારંભે ઝોન -૧૦ નાં પ્રભારી રમેશભાઈ ખખ્ખર ને કોરોના નાં કારણે મૃત્યુ અંગે મૌન પાળી શ્રધ્ધાંજલી પાઠવી હતી.

પ્રાસંગિક માર્ગદર્શન જલદીપ ભટ્ટ, ગીરવાનસિહ સરવૈયા,જિલ્લા પ્રમુખ શ્રી હેમલ ભટ્ટ,સરદારસિંહ ચૌહાણ દ્વારા અપાયા બાદ છેલ્લે પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા દ્વારા સંગઠન ની ખૂટતી કડીઓ જોડવા પ્રદેશ સમિતિ માટે બે નામ સર્વાનુમતે પસંદ કરતા સરદારસિંહ ચૌહાણ,તેમજ મહંમદભાઇ સોરઠીયા ની પસંદગી કરી સન્માનિત કર્યા હતા.પત્રકારો ની સમસ્યાઓ નો ઉકેલ માત્ર સંગઠન છે.25 જિલ્લા અને તમામ તાલુકાઓ ની કારોબારી સાથે સંગઠન પૂર્ણ થતાં 6500 પત્રકારો સંગઠન સાથે જોડાયા હોવાની માહિતી આપી હતી.

ખૂબ એક્ટિવ અને જાબાજ પત્રકાર અરુણભાઈ જેબર ને જિલ્લા પ્રમુખ સાથે મસલત કરી ને આઇ.ટી. સેલ પ્રદેશ સમિતી માં સમાવતા સન્માન કર્યું હતું..ફકીર સમાજના પ્રમુખ બનેલ પત્રકાર ઇકબાલ બાટવા નું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.. અંતે આભાર દર્શન મહિલા પત્રકાર કાજલબેન ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમ નાં અંતે સ્વરૂચી ભોજન નું આયોજન સુત્રાપાડા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું.

Related posts

સુત્રાપાડા બંદરમાં ગોરમાવડી ઉત્સવની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી.

samaysandeshnews

Paten: વઢિયાર પંથકના બાસ્પામાં મહર્ષિ દયાનંદ વિજ્ઞાન કોલેજનો રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં શુભારંભ

samaysandeshnews

Report: More homebuilders turn to green construction

cradmin

Leave a Comment

error: Content is protected !!