Samay Sandesh News
ગુજરાત

સુત્રાપાડા બંદરમાં ગોરમાવડી ઉત્સવની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી.

  • સુત્રાપાડા બંદરમાં સયુક્ત કોળી ખારવા સમાજ દ્વારા દર વર્ષે ગોરમાવડી ઉત્સવની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવે છે

આ વર્ષે પણ દર વર્ષની જેમ સુત્રાપાડા બંદરના સયુક્ત કોળી ખારવા સમાજના લોકો દ્વારા ગોરમાવડી નો ઉત્સવ ભાવભેર ઉજવવામાં આવ્યો.જેમાં અસંખ્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.

વાત કરવામાં આવે તો સુત્રાપાડા બંદરના લોકો માટે ગોરમાવડીના ઉત્સવ નું ખૂબ મોટું મહત્વ છે.જેમાં ચૈત્ર સુદ બીજના રોજ કોળી ખારવા સમાજના દરેક ગોઠી પરિવાર પોતાની કુળદેવી માતાજીની મુર્તિ ને હિંડોળે હીચકાવે છે.તેમજ મંદિરે આખી રાત જાગરણ કરી માતાજીની આરાધના કરે છે.તેમજ રાસ ગરબાની રમઝટ બોલાવે છે.અને ચૈત્રસુદ ત્રીજના દિવસે માતાજીની પાલખી બનાવી અને ઘર્જા લઈ આખા બંદરમાં ડીજે ના તાલે લોકો દ્વારા ફેરવવામાં આવે છે.ત્યારબાદ નવદુર્ગા માતાજીનાં મંદિરે જય ધર્જા ચડાવવામાં આવી.આ શોભાયાત્રા માં આખો સુત્રાપાડા બંદર કોળી ખારવા સમાજ તેમજ આજુબાજુ ના ગામડાઓ ના લોકો બહોળી સંખ્યામાં હજાર રહેલ.

Related posts

ધંધુકાના પચ્છમ ખાતે એક સગીર બાળકને અન્ય 5 સગીરો દ્વારા દુસ્કર્મ આચરતા ચકચાર મચી.

cradmin

પી.જી.વી.સી.એલ. દ્વારા વીજ પુરવઠો પૂર્વવત કરવા યુધ્ધના ધોરણે કામગીરી શરૂ

samaysandeshnews

કૃષિ પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજી હંસરાજભાઈ પટેલે આજે પદભાર સંભાળ્યો, સ્વર્ણિમ સંકુલ-૧ ગાધીનગર ખાતે વિધિવત પ્રવેશ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!