સુરતનાં મહિધરપુરા ની શેરીઓમાં વર્ષો જૂની ભૂલી ગયેલી પરંપરાની ફરી એક વાર શરુ કરાઈ
હોળીના તહેવારમાં ખાસ ઢોલ ત્રાંસા વગાડવા અને વરઘોડો કાઢવાની રીતને ઘીસનું સરઘસ કહેવાય છે. સુરતમાં વર્ષો પહેલા ધીસનું સરઘસ કાઢવામાં આવતું હતું. જોકે છેલ્લા અનેક વર્ષોથી આ પ્રથા ભુલાઈ ગઈ હતી. આ પરંપરા ફરી એક વખત શહેર પોલીસ કમિશ્નરના હાજરીમાં શરૂ કરવામાં આવી છે. સુરત શહેર સાથે અનેક જૂની પરંપરાઓ જોડાયેલી છે, જેમાંની એક પરંપરા છે ધીસનું સરઘસ.ખાસ પ્રકારના ઢોલ ત્રાંસા વગાડીને અને વરઘોડો કાઢવામાં આવે છે. સુરતના સૌથી જુના વિસ્તાર એવા મહિધરપુરાની દાળિયા શેરી, ભૂત શેરી વગેરેમાં શેરીઓ ઘીસના સરઘસ કાઢવામાં આવે છે.
જેમાં સ્થાનિક લોકો ભાગ લેતા હોય છે. મહત્વનું છે કે જુના જમાનાથી આ પ્રથા ચાલી આવેલ હતી. જે સમય સાથે વિસરાઇ ગઈ હતી, પરંતુ. દાળિયા શેરી પ્રગતિ મંડળ મહિધરપુરા અને સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળની સ્થાપનાને ૫૦ વર્ષ પૂરા થાય છે, તેની ઊજવણીના ભાગ રૂપે જૂની પ્રથા ફરી શરૂ કરવામાં આવી રહી છે.મહિધરપુરા દાળિયાશેરી રણછોડજી મંદિરથી નીકળી મહિધરપુરાની અલગ અલગ શેરીઓમાં ફરતાં રૂઘનાથપુરા સતીમાતાની શેરીએ સરઘસ પહોંચી વિસર્જન ત્યાં વિસર્જન થયું હતું. આ ખાસ પ્રસંગે હાજર શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમરે વિસરાય ગયેલી પરંપરા ફરી શરૂ કરવા બદલ આયોજકોને અભિનંદન આપ્યાં હતા. અત્રે નોંધનીય છે કે, શહેરમાં પોલીસનો દબદબો ફરી એકવાર સ્થાપિત થાય તે જરૂરી છે.