સુરતનાં વરાછા યોગીચોક નજીકના સ્વસ્તિક પ્લાઝા શોપીંગ સેન્ટરમાં આવેલા અવધ મોબાઇલ દુકાનની સામેના રોડ ઉપરથી ACBએ DGVCLના બે કર્મચારીઓ સહિત 3 જણાને 35 હજારની લાંચ લેતાં રંગેહાથે ઝડપી પાડયા હતા. મીટર પેટી ફરીથી નાખવાં બાબતે લાંચ માગતાં ACBમાં ફરિયાદ કરાઈ હતી. હાલ લાંચ લેતાં ઝડપાયેલા ત્રણેયની તપાસ ચાલી રહી હોવાનું ACB એ જણાવ્યું છે.એન. પી. ગોહિલ (એસીપી, ACB સુરત)એ જણાવ્યું હતું કે, ફરીયાદીની ઓફિસમાં લાઇટબીલ ભરેલું ન હોવાથી DGVCL યોગીચોક સબ ડીવિઝન કચેરીનાં અધિકારીઓ ઓફીસમાંથી મીટર પેટી કાઢી ગયાં હતાં. જે મીટરપેટી ફરીથી લગાવી આપી અને લાઇટ ચાલુ કરી આપવા માટે વીજ કંપનીના નાયબ ઈજનેર સહિત ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટએ રૂપિયા 35 હજારની લાંચ માગી હોવાની ફરિયાદ મળી હતી.ACBએ ફરિયાદના આધારે હેતુલક્ષી વાતના રેકોર્ડિંગ પૂરાવા ભેગા કરી છટકું ગોઠવી ત્રણેય આરોપીઓને 24મીએ લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે લાંચની રકમ રિકવર કરી આગળની તપાસ હાથ ધરી છે. ટ્રેપીંગ અધિકારી તરીકે એસ.એન.દેસાઇ, પો.ઇન્સ., સુરત શહેર એસીબી પો.સ્ટે. તથા એસીબી સ્ટાફ અને સુપર વિઝન અધિકારી તરીકે એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એસીબી, સુરત એકમ એ કામગીરી હાથ ધરી હતી.
(1) મિતેશકુમાર હરીશચંદ્ર પસ્તાગીયા, નાયબ ઇજનેર, વર્ગ-1, સબ ડીવીઝન, યોગીચોક, DGVCL,વરાછા સુરત
(2) યોગેશભાઇ લીમજીભાઇ પટેલ, ઇલેકટ્રીકલ આસીસ્ટન્ટ, વર્ગ-3,સબ ડીવીઝન, યોગીચોક, વરાછા
(3) વિજયભાઇ ભીખાભાઇ પરમાર ( ખાનગી વ્યકિત) રહે. સુરત,પર વિઝન અધિકારી તરીકે એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એસીબી, સુરત એકમએ કામગીરી હાથ ધરી હતી.