સુરતમાં આપનાં કોર્પોરેટર ભાજપમાં જોડાયેલાં મનીષા કુકડીયા ની “આપ ” માં વાપસી
ગુજરાતમાં એક માત્ર સુરત શહેરમાં આમ આદમી પાર્ટી ૨૭સીટો પર વિજય મેળવી વિરોધ પક્ષ તરીકે સુરત મહાનગર પાલિકામાં બેઠી હતી. પરંતુ ભાજપે યેનકેન પ્રકારને આમ આદમી પાર્ટીનાં કોર્પોરેટરોને હેરાન પરેશાન કરવામાં આવતા હોવાનાં આક્ષેપો પાર્ટી દ્વારા કરવામાં આવ્યાં છે. થોડા સમય અગાઉ જ આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટરો અને બાદમાં એક મળી કુલ છ કોર્પોરેટરો ભાજપમાં જોડાતાં રાજકારણમાં ખળભળાટ મચી જવાં પામ્યો હતો.
જોકે માત્ર ગણતરીના સમયમાં જ આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા મનીષા કુકડિયાએ આજે ફરી ઘર વાપસી કરી આપ માં જોડાયા છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત બાદ આપ નાં દરેક કાર્યકર્તાઓ અને નેતાઓમાં નવો જોશ-જુસ્સો ઉમેરાયો છે. પંજાબમાં જીત મેળવી વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપને આમ આદમી પાર્ટીએ જવાબ આપ્યો છે.
સુરત શહેરમાંથી થોડા સમય પહેલા જ આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટર વિપુલ મોવલિયા, મનીષા કુકડીયા, ઋતા દુધાગરા, ભાવના સોલંકી અને જ્યોતિકા લાઠીયાએ ભાજપનો ખેસ પહેરી લીધો હતો. જોકે ત્યારબાદ આમ આદમી પાર્ટીની કોર્પોરેટર કુંદન કોઠિયાએ પણ કેસરિયો ખેંસ પહેરી લેતા ગુજરાતનાં રાજકારણમાં ભારે ગરમાટો આવી ગયો હતો.