દુનિયાના 60 દેશોમાં અત્યાર સુધી ફફડાટ મચાવી ચૂકેલા કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન વાઇરસની સુરતમાં પણ હાજરી નોંધાઇ છે.પખવાડિયા અગાઉ દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરી સુરત આવેલા અશ્વનીકુમાર રોડના 42 વર્ષીય ડાયમંડ મરચન્ટ નવા વાઇરસ ઓમિક્રોનથી સંક્રમિત જાહેર થયા છે. આ સાથે જ શહેરમાં લગ્નસરા સહિત જાહેર કાર્યક્રમોમાં મૌજથી મહાલ્તા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમિયાન કોરોનાએ ભારતભરમાં હાહાકાર મચાવ્યો હતો. ત્રીજી લહેરના ભણકારા વચ્ચે રાજ્યમાં સૌરાષ્ટ્ર સ્થિત જામનગરમાં ઓમિક્રોન વાઇરસથી સંક્રમિત કોરોનાનો પ્રથમ કેસ મળી આવ્યો હતો. હવે દક્ષિણ ગુજરાતમાં પણ કોવિડના ત્રીજા વેરિએન્ટ ઓમિક્રોનએ દસ્તક દીધી છે.
શહેરના વરાછા-એ.કે.રોડ પર રહેતા ડાયમંડ મરચન્ટ ઓમિક્રોન વાઇરસની ઝપેટે આવ્યા હોવાનું નોંધાયું છે. પાલિકાના આરોગ્ય વિભાગના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ, સુરતમાં ઓમિક્રોન વાઇરસની હાજરી નોંધાઇ છે. 42 વર્ષીય ડાયમંડ મરચન્ટ ગઇ તા. 2 ડિસેમ્બરે સાઉથ આફિક્રાનો પ્રવાસ ખેડી સુરત આવ્યા હતા. સુરત આવ્યા બાદ તેઓની તબિયત નાદુરસ્ત નોંધાઇ હતી. તેમની મેડિકલ હિસ્ટ્રીમાં કોવિડ ચિન્હો નોંધાયા હતા. તા. 7મી ડિસેમ્બરે તેમનો કોવિડ રિપોર્ટ પોઝિટીવ જાહેર થયો હતો.
ડાયમંડ મરચન્ટ કોવિડ પોઝિટિવ જાહેર થતાં જ પાલિકાના આરોગ્ય વિભાગે કોવિડ વેરિએન્ટની તપાસ માટે GBRC લેબમાં સેમ્પલ મોકલ્યા હતા. જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટ માટે મોકલવામાં આવેલા સેમ્પલના લેબોરેટરી પરિક્ષણ દરમિયાન દર્દીના શરીરમાં ઓમિક્રોન વાઇરસની હાજરી મળી આવી હતી. ત્રીજા વેરિએન્ટ ઓમિક્રોનથી તેઓ કોવિડ પોઝિટીવ જાહેર થયા હતા. બીજી તરફ ડાયમંડ મરચન્ટને તબીબી સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમની તબિયતમાં સુધારો થતાં રવિવારે તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ કરી દેવાયા હતા.કોવિડ ગાઇડલાઇન મુજબ 42 વર્ષીય ડાયમંડ મરચન્ટ હાલ પોતાના ઘરમાં હોમ આઇસોલેટ છે.આરોગ્ય વિભાગદ્વારાડાયમંડમરચન્ટની આરોગ્યલક્ષી સ્થિતિ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.સોસાયટી કલ્સ્ટર જાહેર થતાં લોકોનો જીવ ટાળવે ચોંટયો
ઓમિક્રોન વાઇરસથી કોવિડ પોઝિટીવ જાહેર થયેલા ડાયમંડ મરચન્ટ એ.કે.રોડ વિસ્તારની જે સોસાયટીમાં વસવાટ કરે છે. પાલિકાના આરોગ્ય વિભાગે કોવિડ પ્રોટોકોલ મુજબ સોસાયટીને કોવિડ કલ્સટર જાહેર કરી દીધી છે. આ સાથે જ સોસાયટીના રહીશોનો જીવ ટાળવે ચોંટી ગયો છે.