સુરતમાં કોરોના બ્લાસ્ટ થતા સોમવાર કરતા મંગળવારે ડબલ જેટલા કેસ વધી ગયા છે. સિટીમાં સાડા સાત માસ પછી કેસ 400ને પાર થયા છે. અઠવામાં 166 અને રાંદેર ઝોનમાં 106, વરાછા એમાં 36, કતારગામમાં 35 સહિત 415 અને જીલ્લામાં 9 દર્દી મળી કુલ 424 કેસ નોંધાયાં છે. જયારે 18 દર્દીને રજા આપવામાં આવી છે.આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ સિટીમાં ગત તા.16- 5 – 2021ના રોજ કોરોનાના 482 કેસ નોધાયા હતા. સાડા સાત માસ બાદ સિટીમાં 400 કેસ પાર થયા છે.
જેમાં મંગળવારે સૌથી વધુ અઠવામાં 166, રાંદેરમાં 106, વરાછા એમાં 36, કતારગામમાં 35, સેન્ટ્રલમાં 21, વરાછા બીમાં 21, લિંબાયતમાં 10 અને ઉધનામાં ઝોનમાં 20 કેસ છે. જેમાં 32 વિદ્યાર્થીઓ, 3 શિક્ષક, છ ડોકટરો, ડાયમંડ બિઝનેસમેન, ટેકસટાઇલ બિઝનેસમેન સહિત 34 ધંધાર્થી, પોલીસ કોન્સ્ટેબલ, બે અકાઉન્ટન્ટ, આર્કિટેક, વકીલ, ઓટો મોબાઇલ સાથે સંકળાયેલા સહિતનો સમાવેશ થાય છે.અત્યાર સુધીમાં સિટીમાં કુલ કેસ 113,375 છે. જેમાં 1630 વ્યકિત મોતને ભેટયા છે. જયારે જીલ્લામાં નવા 9 સાથે કુલ 32,314 કેસ પૈકી કુલ 488નાં મોત થયા છે. સિટી અને જીલ્લામાં મળીને કુલ 145,689 કેસ છે. જેમાં કુલ મૃત્યુઆંક 2118 છે. સિટીમાં 18 સાથે 110,409 અને ગ્રામ્યમાં 0 સાથે 31,749 મળીને કુલ 142,158 દર્દીઓ સાજા થયા છે. કોરોનામાં ગંભીર હાલતના સ્મીમેરમાં ત્રણ દર્દી સારવાર હેઠળ છે.