Samay Sandesh News
ગુજરાતસુરત

સુરતમાં ચરસનાં વેપારમાં એક જ પરિવારનાં ચાર સભ્યોની પોલીસે કરી ધરપકડ

હિમાચલ ­દેશથી ચરસ લાવી નવસારી-સુરતમાં વેચાણ કરતા નવસારીના ઍક જ પરિવારનાં ચાર આરોપીઓ પકડાયા. ચરસ વેચવાં સુરત ગયેલ માતા-પુત્રને સુરત ડીસીબી એ પકડ્યા હતા. પકડાયેલ માતા-પુત્રની કબુલાતને આધારે નવસારીનાં નિવાસસ્થાનેથી પણ ચરસનો વધુ જથ્થો મળતા નવસારી પોલીસે પિતા સાથે બીજા પુત્રની પણ ધરપકડ કરી ગુનો નોધ્યો

જલાલપોરનાં લીમડાચોક સ્થિત ધર્મનંદન કોમ્પલેક્સ ખાતે રહેતું સાંગાણી પરિવાર હિમાચલ ­દેશથી ચરસ મંગાવી, તેનું સ્થાનિક કક્ષાઍ વેચાણ કરતાં હતા૨૬મી એપ્રિલે આ પરિવારના ૪૫ વર્ષીય શાંતાબેન ઉર્ફે શીતલબેન તેમના ૨૨ વર્ષીય પુત્ર ઉત્સવ સાથે તેમના ઍક્સેસ મોપેડ નં. જીજે-૨૧-બીઍમ-૭૮૨૮ પર વેચાણ માટે ચરસનો જથ્થો લઇ સુરત ખાતે ગયાં હતા. જ્યાં તેઓ ડુમસ રોડ પર આવેલ લક્ઝરીયા ટ્રેડ હબ નજીક ઉભા હતાં. તે દરમ્યાન સુરત શહેર ક્રાઇમ બ્રાંચની ટીમે આ બંને માતા-પુત્રને ચરસના જથ્થાં સાથે ઝડપી લઇ તેમની અટકાયત કરી તેમની પાસેથી કુલ રૂ. ૩૫,૩૪૩/-ની કિંમતનો ૨૩૫ ગ્રામ ૬૨૦ મી.ગ્રા. ચરસ સહિત કુલ રૂ. ૧,૧૩,૩૪૩/-નો મુદ્દામાલ કબજે લીધો હતો.

આ ઉપરાંત સુરત શહેર ક્રાઇમ ખ્રાંચે આ અંગે નવસારી ઍલસીબીને જાણ કરી પકડાયેલ આરોપીઓનાં નવસારી સ્થિત નિવાસસ્થાનેથી ચરસનો વધુ જથ્થો મળવાની શક્યતાં દર્શાવતા નવસારી ઍલસીબીની ટીમે તાત્કાલીક પકડાયેલ આરોપીઓનાં જલાલપોરના લીમડાચોક, ખાતે ગૌરીશંકર મહોલ્લામાં આવેલ ધર્મનંદન ઍપાર્ટમેન્ટના ફલેટ નં. ૩૦૪ ખાતે છાપો મારતાં ત્યાંથી પણ પોલીસને ૧.૫૬૬ કિગ્રા ચરસનો કુલ રૂ. ૨,૩૪,૯૦૦/- ની કિંમતનો જથ્થો મળી આવતાં તે જથ્થો તથા ચરસ વેચાણમાંથી મળેલ રોકડા રૂ. ૧,૯૫,૩૦૦/- તથા અન્ય સામગ્રી મળી કુલ રૂ. ૪,૬૧,૮૧૦/-ની કિંમતનો મુદ્દામાલ કબજે લઇ, સુરતથી પકડાયેલ શાંતાબેનના પતિ ૪૮ વર્ષીય રમેશ સાંગાણી અને તેના ૧૯ વર્ષીય પુત્ર દર્શનની અટકાયત કરી તેમનાં વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ચરસનો આ મસમોટો જથ્થો પકડાયાં બાદ, પોલીસે રમેશ સાંગાણી, તેની પત્ની શાંતાબેન ઉર્ફે શીતલબેન તથા તેમના બે પુત્ર ઉત્સવ અને દર્શનની અટકાયત કરી તેમની સામે જલાલપોર પોલીસ મથકમાં તેમજ સુરતશહેર ડીસીબી પોલીસ મથકમાં ઍન.ડી.પી.ઍસ. ઍક્ટની કલમ ૮(સી), ૨૨(બી), તથા ૨૯ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આમ આ આરોપીઓ સામે બે અલગ અલગ પોલીસ મથકમાં બે અલગ અલગ ગુના નોંધાયાં છે. પકડાયેલ ચારેય આરોપીઓ પાસેથી તેમના ઘરેથી તેમજ સુરત ખાતેથી, ચરસનાં જથ્થા ઉપરાંત, ચરસ વેચાણની રોકડ, મોબાઇલ ફોન નંગ ચાર, રોકડ તથા વજનકાંટો મળી કુલ રૂ. ૫,૭૫,૧૫૩/- નો મુદ્દામાલ કબજે લેવાયો છે. પોલીસનાં જણાવ્યાં મુજબ, ચરસ વેચતાં પકડાયેલ મહિલા આરોપી શાંતાબેન સુરત શહેરના પોશ વિસ્તારમાં શીતલ આંટીના નામથી ­ખ્યાત છે, અને નવસારી ખાતે રહી પોતાનાં મળતીયા સાથે મળી હિમાચલ ­દેશ ખાતેથી ચરસનો જથ્થો મંગાવી તેનું સુરત અને નવસારીમાં છુટક વેચાણનો વેપલો કરતી હતી

Related posts

જેતપુર કોળી સમાજ દ્વારા રેલી યોજી મામલતદારને જેતપુર પીઆઈ વિરુદ્ધ આવેદન પત્ર આપ્યું.

samaysandeshnews

રાજકોટ : ગોંડલ ના ધારાસભ્યના નેતૃત્વમાં ડુંગળીના ઘટેલા ભાવ સંદર્ભે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત

samaysandeshnews

પાટણ નગરપાલિકા પૂર્વ કોર્પોરેટર ઉષાબેન દીપકભાઇ પટેલે જણાવ્યું કે પાટણ નગરપાલિકાની ઘોર બેદરકારી

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!