સુરત મ્યુનિ.ની સાંસ્કૃતિક સમિતિમાં રજુ કરવામાં આવેલી દરખાસ્ત મુલત્વી રાખવામાં આવી હોવા છતાં કાપોદ્રા- મોટા વરાછાના રોડ પર સર્કલનું નામકરણ કરી દેવામાં આવ્યું છે.મ્યુનિ.નાં કેટલાકકર્મચારી-અધિકારીઓ શાસકોને ગાંઠતા જ નથી અને દલાતરવાડી જેવો વહિવટ કરતાં હોવાની અનેક ફરિયાદ આવી રહી છે. ગત ૧૩ જાન્યુઆરીની સાંસ્કૃતિક કમિટિની બેઠકમાં નવાં કતારગામ ઝોનમાં ઉત્રાણ કાપોદ્રા બ્રિજના છેડે ઉત્રાણ પાવર હાઉસવાળા જંકશનને સત સર્કલ નામકરણ માટે દરખાસ્ત રજુ થઇ હતી પણ તે મુલતવી રખાઇ હતી.
આગામી બેઠકમાં તે મંજુર થાય ત્યારબાદ સામાન્ય સભામાં મંજુર થાય છે.પરંતુ બે દિવસ પહલા સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ પુણમાં દાવલે મોટા વરાછાવિસ્તારમાં ગયાં ત્યારે સર્કલનું સત સર્કલ નામકરણ અને ડેકોરેશન સાથે લાઇટીંગ જોઇને ચોંકી ગયાં હતા. તેમણે વિભાગના વડાને તેડાવીને પુછતા તેમણે પણ આશ્વર્ય વ્યક્ત કર્યું હતું. કતારગામ ઝોન સાથે પણ સંકલન કરીને દરખાસ્ત મંજુરી વગર નામકરણ કઇ રીતે થઇ ગયું ? તે અંગે તપાસના આદેશ આપતાં સાંસ્કૃતિક વિભાગ દોડતો થયો છે.આ પહેલાં પણ અનેકવિભાગઅનેઅધિકારીઓ કર્મચારીઓ મનમાની કરતાં હોય તેવાં અનેક કિસ્સા બહાર આવ્યાંછે. ઉક્ત કિસ્સામાં જવાબદાર સામે પગલાં ભરવામાંઆવશે કે શાસકો પાણીમાં બેસી જશે તે તો સમય જબતાવશે.