સુરત માં વેસુ વિસ્તારમાં આવેલ “ટ્રેનિયન એક્સપ્રેસ માં ટોય ટ્રેન માં ભોજન પીરસવામાં આવે છે
એક અનોખી પહેલમાં ટ્રેન-થીમ આધારિત રેસ્ટોરન્ટ છે ટ્રેન્ડમાં, સુરતની એક રેસ્ટોરન્ટમાં જમનારાઓને ભોજન પીરસતા ડાઇનિંગ ટેબલ પરથી પસાર થતી ટોય ટ્રેન જોઈ શકાય છે.સુરત માં ટ્રેન-થીમ આધારિત રેસ્ટોરન્ટ “ટ્રેનિયન એક્સપ્રેસ” માં, જેણે શહેરમાં ઘણા લોકોને આકર્ષ્યા છે, કોઈપણ માનવ હસ્તક્ષેપની જરૂર વિના રસોડામાંથી સીધા જ જમનારાઓ સુધી પહોંચે છે.
ટ્રેનના વિવિધ ડબ્બાઓ રોટલી, ભાત, કઢી, પાપડથ તેમજ વિવિધ વાનગીઓથી ભરેલા છે. રેસ્ટોરેન્ટના દરેક ડાઇનિંગ ટેબલને પણ સુરત શહેરનાં જુદા જુદા સ્ટેશનોના નામ આપવામાં આવ્યાં જેના કારણો ભોજન કરવા આવતાં ગ્રાહકોને સંપૂર્ણ પણે માહોલ રેલ્વે સ્ટેશન જેવો લાગે છે
બાળપણની યાદોને તાજી કરે એવુ ડિનર, ટોય ટ્રેનમાં ભોજન પીરસે છે સુરતની આ રેસ્ટોરન્ટઅમે ઘણી બધી રેસ્ટોરન્ટમાં ગયા છીએ, ત્યાં વેઈટરો દ્વારા ભોજન પીરસવામાં આવે છે. પરંતું આ રેસ્ટોરેન્ટમાં અહીં ટ્રેન દ્વારા ભોજન પીરસવામાં આવે છે. આ દ્ગશ્ય બાળકો ઉપરાંત તમામ ઉંમરના લોકોને જોવા ખુબજ ગમે છે, માણસો ખાસ કરીને જમવા માટે અહિં આવવાનું પસંદ એટલા માટે કરે છે, કે તેમને આ ટ્રેનનો નજારો જોવા મળે. આ રેસ્ટોરન્ટે અમારી ટ્રેનની યાદોને તાજી કરી છે” આ ભોજન પિરસનારી ટ્રેનો વીજળીથી ચાલે છે.
રસોડામાં ભોજન તૈયાર થતાં જ તેને ટ્રેનમાં મુકવામાં આવે છે અને રિંગ રોડ, અલથાણ, વરાછા વગેરે જેવા સ્ટેશનો પરના નામ ધરાવતા ચોક્કસ ટેબલ પર મોકલવામાં આવે છે. રેસ્ટોરન્ટમાં આ ટ્રેન કોન્સેપ્ટ બધાને પસંદ આવી રહ્યો છે.