શહેરનાં એપાર્ટમેન્ટમાં ખાનગી બોરિંગમાંથી ગ્રાઉન્ડ વોટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.બોરિંગના પાણીનો ઉપયોગ ઔદ્યોગિક ઉપયોગ માટે પણ થાય છે. ભૂગર્ભ જળના ઉપયોગ પર પાલિકાનું કોઈ નિયંત્રણ નથી. નદી કિનારે વસેલા શહેરમાં ભૂગર્ભ જળ રિચાર્જ કરવાં માટે પાલિકાએ વિવિધ પગલાં લીધાં છે. પરંતુ યોગ્ય પરિણામ આવ્યું નથી.બિલ્ડિંગ પ્લાન મંજૂર કરતી વખતે ભૂગર્ભ જળ રિચાર્જની જોગવાઈનો અમલ ફરજિયાત કરવામાં આવ્યો છે. પરંતુ આ જોગવાઈ માત્ર કાગળ પર છે. ભૂગર્ભ જળ રિચાર્જ એજન્સી નક્કી કરવાની દરખાસ્ત શાસકોએ ફગાવી દીધી છે. સ્થાયી સમિતિમાં થયેલી ચર્ચા મુજબ બોરવેલની તાજેતરની ડિઝાઇન તમામ વિભાગો માટે યોગ્ય નથી. નવાં બોરવેલ માટે રાજ્ય સરકાર ગ્રાન્ટ આપશે.
આ માટે ગ્રાન્ટમાંથી નવી ડિઝાઇન તૈયાર કરવાનો નિર્ણય લેવાયો છે. વિયર કમ કોઝવે બન્યા બાદ છેલ્લા 25 વર્ષમાં કોઝવેના ડાઉન સ્ટ્રીમની બંને બાજુના ભૂગર્ભ જળના સ્તરમાં ધરખમ ઘટાડો થયો છે. વોલ ટુ વોલ કાર્પેટ અને સિમેન્ટ કોંક્રીટના રસ્તા બનાવવાનાં કારણે વરસાદી સિઝનમાં પાણીનાં નિકાલની પ્રક્રિયા કરવામાં આવતી નથી.પાલિકાએ બોરવેલ બનાવવા માટે ચાર હજાર ચોરસ મીટરના વિસ્તરણ મુજબ ડિઝાઇન બનાવી છે. જો સોસાયટીના સીઓપીમાં બોરવેલનું આયોજન કરવામાં આવે તો આટલી મોટી જગ્યા મળી રહે છે. પરંતુ નાના એપાર્ટમેન્ટ કે નાની સોસાયટીઓમાં બહુ જગ્યા હોતી નથી. આવી સ્થિતિમાં બોરવેલની ડિઝાઇન મોંઘી છે.આ માટે પાલિકાએ એક હજારથી ચાર હજાર ચોરસ મીટરના વિસ્તરણ મુજબ ત્રણ-ચાર ડિઝાઇન બનાવવાનું આયોજન કર્યું છે. આ કામ SVNITને સોંપવામાં આવશે. બોરવેલની નવી ડિઝાઇન મુજબ ભૂગર્ભ જળ રિચાર્જ માટે નવા બોરવેલ બનાવવા અને તાજેતરના બોરવેલ ચાર્જ કરવાં માટે નવી નીતિનો અમલ કરવા માટે શાસકો પાસેથી મંજૂરી માંગવામાં આવશે.