સુરતમાં સગરામપુરા વિસ્તાર પાસે આવેલ તલાવડી ખાતે માનવ સેવા વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટ અને મુસ્લિમ સેવા સંઘનાં સહયોગથી મેગાં બ્લડ કેમ્પ, આયુષ્યમાન કાર્ડ અને વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેગા બ્લડ કેમ્પમાં ૧૦૦ યુનિટ બ્લડ એકત્રિત થયું હતું સાથે સાથે કોવીડ વેક્સિનેશન ની રસી ૩૨૦ જેટલા વ્યક્તિઓએ મુકાવી અને આયુષ્યમાન કાર્ડ નો ૫૮૦ કેટલા વ્યક્તિએ આ સેવાનો લાભ લીધો હતો .
આ કેમ્પમાં શહેરનાં માજી મેયર કદીર પીરઝાદા, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા, અઠવા પોલીસ સ્ટેશનનાં પી. આઈ,પી.એસ.આઈ અને અને સ્ટાફ અને માનવ સેવા વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટ અને મુસ્લિમ સેવા સંઘનાં મહાનુભાવોએ આ કેમ્પમાં હાજરી આપી હતી આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો અને મહાનુભાવો હાજર રહ્યાં હતાં
રકતદાન એ મહાદાન